- ભાવનગર જિલ્લામાં ઠેર-ઠેર મંડાયેલી જુગારની બાજી પર પોલીસે રંગમાં ભંગ પાડયો
- 7 શખ્સ પોલીસને ચકમો આપી ફરાર, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે
શહેરના કાળિયાબીડ, કબીર આશ્રમ પાસે, ઈન્દ્રપ્રસ્થનગર શેરીના નાકા પાસેથી નિલમબાગ પોલીસે નૌશાદ રફીકભાઈ કાપડિયા, હાર્દિક જગદીશભાઈ જાંબુચા, અજય ઘનશ્યામભાઈ સોલંકી, કલ્પેશ રમેશભાઈ રાઠોડ, કમલેશ દિનેશભાઈ ચૌહાણ, રવિ રતાભાઈ પરમાર, ભુપેન્દ્ર મનીષભાઈ ગોહિલ અને ભાવેશ રાજુભાઈ કુકડિયાને જુગાર રમતા ઝડપી લીધા હતા. ગંગાજળિયા પોલીસે ક.પરા, રૂખડિયા હનુમાનજી પાછળ, રામાપીરના મંદિર નજીકથી ચેતન ઉર્ફે કાકરી જગાભાઈ ગોહેલ, વિજય ઉર્ફે ભુવો મનાભાઈ ભોયલા, વિક્કી રમણિકભાઈ ચુડાસમા અને વિજય ઉર્વે પાદિયો રમેશભાઈ મકવાણા તેમજ ભરતનગર પોલીસે ભરતનગર શાકમાર્કેટ રોડ, જૂના ત્રણ માળિયા, કૈલાસનગર, બ્લોક નં.૨ પાસેથી રયાન હારૂનભાઈ શેખ, અખતર હારૂનભાઈ શેખ, અલ્પેશ ઉર્ફે અપ્પુ ગોરધનભાઈ સાકળિયા, ઉમેશ નટવરલાલ મેઘલાતર, મયુર ગુણવંતભાઈ ઠક્કર, મહમદઅઝહર યાસિનભાઈ શેખને જુગાર રમતા પકડી પાડયા હતા.
વરતેજ ગામે બીડવાડા ખોડિયા મંદિરની સામેથી શંભુ કુરજીભાઈ લોલિયાણા, રવિ ભુપતભાઈ સરવૈયા, હસમુખ ભુપતભાઈ સરવૈયા, કિશોર શાંતિભાઈ ધંધુકિયા અને મનસુખ ડાયાભાઈ સરતાનપરા તેમજ વલ્લભીપુર પોલીસે ચમારડી ગામેથી રમેશ જીણાભાઈ મેર, અંકિત જીતુભાઈ મેર અને મુકેશ મોલાભાઈ મકવાણા તેમજ મોણપુર ગામેથી સંજય વેલજીભાઈ ઢાઢોદરા, અશોક ધુધાભાઈ બગદરિયા અને યોગેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ગોહિલ તથા ઉમરાળા પોલીસે ઉજળવાવ ગામે રેલવે સ્ટેશનથી અશોક મનસુખભાઈ સોલંકી, ગોવિંદ ભીમાભાઈ સોલંકી, પ્રવીણ સાગરભાઈ સોલંકી, યોગીરાજસિંહ વનરાજસિંહ ગોહિલ અને સિધ્ધરાજસિંહ ઉદુભા ગોહિલને જુગાર રમતા પકડી પાડયા હતા.
પાલિતાણા ટાઉન પોલીસે હાથિયાધાર, આંબેડકર સોસાયટીમાંથી બીપીન ભગવાનભાઈ પડાયા, ધર્મેશ ભીખુભાઈ બાબરિયા, નરેન્દ્ર દેવજીભાઈ મારૂ, પ્રદીપ ઉર્ફે પ્રકાશ જેન્તીભાઈ રાઠોડ, મુકેશ વિનોદભાઈ ગોહિલ, મયુર ભગવાનભાઈ પડાયા, મનસુખ ઉર્ફે મનુ માલજીભાઈ પડાયા અને મહેન્દ્ર ટીડાભાઈ ચુડાસમા તેમજ ઘેટી રીંગ રોડ, રામકૃષ્ણ સોસાયટી, શેરી નં.૧માંથી ચંદુ ભુપતભાઈ પરમાર, નવલ મનુભાઈ ગોહિલ, મુકેશ જીણાભાઈ પરમાર, ઠાકરશી સડથાભાઈ ડાભી, ધરમ ઘનશ્યામભાઈ ડોડિયા, રણજીતસિંહ ગંભીરસિંહ સરવૈયા, અરવિંદ ગોબરભાઈ પરમાર તથા ગારિયાધાર રોડ ખારા નદીના પાળા નજીકથી આફતાબ રહીમભાઈ જુણેજા, આસિફ મુસ્તાફભાઈ સૈયાદ અને ઘેટી ગામે મફતપરા વિસ્તારમાંથી અરવિંદ ધનજીભાઈ ભાલિયા, સુરેશ ધનજીભાઈ શિયાળ, પ્રવીણ મનુભાઈ ખેરાળા, ભરત હમીરભાઈ ખેરાળા, વનરાજ બાબુભાઈ ખેરાળા, કૌશિક રાજુભાઈ પરમાર તેમજ ઘેટી ગામના બહારપરામાંથી વિરમ બાબુભાઈ ખેરાળા, હિતેષ લીંબાભાઈ શિયાળ, ભરત ચિથરભાઈ બાબરિયા, મનુ માવજીભાઈ મકવાણા, અજય દામજીભાઈ ગોહિલ અને બીપીન કુરજીભાઈ પરમારને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. પાલિતાણા રૂરલ પોલીસે ઠાડચ ગામેથી રાકેશ ધનજીભાઈ ડાભી અને અમરૂ સામતભાઈ વણારકાને ઝબ્બે કર્યા હતા. જ્યારે ભરત સરવૈયા, હરેશ હિંમતભાઈ મકવાણા, હિંમત બાબર અને ઘનશ્યામ વિઠ્ઠલભાઈ નામના ચાર શખ્સ નાસી ગયા હતા. તેમજ અન્ય એક દરોડામાં વાળુકડ ગામે જુગાર રમતા વિજય કરશનભાઈ સોલંકી, દુલા કરશનભાઈ મકવાણા, જગદીશ જીણાભાઈ મકવાણા અને ભનુ લાખાભાઈ મકવાણાને જુગાર રમતા ઝડપી લીધા હતા.
તળાજા પોલીસે કુંઢડા ગામેથી રફીક ઉર્ફે ભગો ઉમરભાઈ બાવળિયા, ઈકબાલ ઉર્ફે કાળુ હુસેનભાઈ બાવળિયા, આરીફ ગનીભાઈ ચોકીયા, મુન્ના અહમદભાઈ ઉચડિયા, મુન્ના બચુભાઈ ચોકિયા, અરવિંદ કેસભાઈ મકવાણા, તળાજા શહેરના જૂના રેલવે સ્ટેશન, ઝૂપડપટ્ટી પાસેથી રમેશ રવજીભાઈ મકવાણા, નાનુ રૂપાભાઈ ચૌહાણ, જયંતી ભદાભાઈ બારૈયા, અજય બળવંતભાઈ પરમાર, ઠળિયા ગામેથી ઈરફાન યુનુસભાઈ શેખ, રાજુ દામજીભાઈ વાઘેલા, ભીમજી લખમણભાઈ વાઘેલા, સોંડા નાગજીભાઈ વાઘેલા, વિનુ દામજીભાઈ વાઘેલા અને અંકિત ભીમજીભાઈ વાઘેલા તેમજ બાબરિયા-હબુકવડ જવાના રસ્તે સરકારી ખુલ્લી પડતર જમીન નજીકથી ઘનશ્યામ જીવરાજભાઈ મકવાણા, વનરાજ જીલુભાઈ મોભ, પથુ ભાણભાઈ મોભ, નાગ બાવભાઈ મોભ, ભોજ જીલુભાઈ મોભ અને ગણેશ સોંડાભાઈ વાળાને જુગાર રમતા રંગેહાથ ઝબ્બે કર્યા હતા.
સિહોર પોલીસે સિહોરના યકીનશાપીરની દરગાહ પાછળ, ચમારવાસ, ઢોરા ઉપર જુગાર રમતા નરેશ વશરામભાઈ મકવાણા, જેઠા તેજાભાઈ પરમાર, રાજેશ પિતામ્બરભાઈ પરમાર અને અજય પિતામ્બરભાઈ પરમાર તેમજ રામનગર મઢી પાસેથી અરવિંદ મકાભાઈ કારેલિયા, મકા વાલાભાઈ કારેલિયા, નિલેષ રમેશભાઈ રાઠોડ, ચિથર વાલજીભાઈ ડાભી, જીતેન્દ્ર નાનુભાઈ મેર, આકાશ રમેશભાઈ રાઠોડ તથા મેઘવદર ગામે જાળિયા જવાના રસ્તે ટેકરી પાસે જાહેરમાં જુગાર રમતા માધવસિંહ ઘનુભાઈ સરવૈયા, ભુરૂભા ગુલાબસિંહ ગોહિલ, ગીરૂભા અર્જુનસિંહ ગોહિલ, વશરામ ભીલાભાઈ ડાભી અને ઘનશ્યામ બોઘાભાઈ ડાભીને ઝડપી લઈ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઘોઘા પોલીસે ભુતેશ્વરથી ભુંભલી રોડ પર ભુપતભાઈ કંટારિયાની વાડીની સીમ પાસેથી મુકેશ ઉર્ફે ઘુઘા શિવાભાઈ ડાભી, રાહુલ ગોવિંદભાઈ ડાભી, અશ્વિન મનજીભાઈ કંટારિયા, રોહિત નાથાભાઈ કંટારિયા, ભાવેશ જેઠાભાઈ ગોહિલ, અશ્વિન ગણેશભાઈ મકવાણા, સંજય ધીરાભાઈ શ્યોરા, જીવરાજ હિંમતભાઈ કંટારિયા, અરવિંદ ભુપતભાઈ કંટારિયા તેમજ લાખણકા ગામની સીમમાંથી અશોક સગરામભાઈ કામ્બડ, ભાવેશ ભુપતભાઈ વેગડ, ગોરધન ભીમાભાઈ ગોહિલ, ગોપાલ અરજણભાઈ ખસિયાને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસના દરોડામાં બીજલ હરજીભાઈ ખસિયા, જેરામ વિઠ્ઠલભાઈ બારૈયા અને અશોક છગનભાઈ બારૈયા નામના ત્રણ શખ્સ નાસી છુટયા હતા.
મહુવા પોલીસે સથરા ગામેથી મહેશ નાથાભાઈ ચુડાસમા, મગન ખીમજીભાઈ ચુડાસમા, લાલજી રાઘવભાઈ બારૈયા, ચંદુ નાથાભાઈ ચુડાસમા અને જીતુ ઓધાભાઈ શિયાળ તેમજ સુદરનગર ગામની સીમમાં પ્લાન સ્ટેશન પાસે આવેલ દિનેશભાઈ મેઘાભાઈના ખેતરની ઝૂપડીની ખુલ્લી ઓસરીમાં જુગાર રમતા ગોવિંદ રામજીભાઈ ભાલિયા, વિઠ્ઠલ રવજીભાઈ ઢાપાને ઝડપી લીધા હતા. જ્યારે મહુવાના ગાધકડા બજાર પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા સુનિલ લક્ષ્મણભાઈ મકવાણા, વિજય કેશુભાઈ મકવાણા, મુકેશ છગનભાઈ મકવાણા, મુસ્તફા હનિફભાઈ ચૌહાણ, વિજય રામભાઈ મકવાણા, વિમલ ગોબરભાઈ બાંભણિયા, રમેશ છગનભાઈ મકવાણા અને રમેશ કરશનભાઈ સોલંકી તેમજ ઉમણિયાવદર ગામેથી મયુર છગનભાઈ ડાભી, સંજય હરજીભાઈ સાંખટ, અલ્પેશ વલ્લભભાઈ ડાભી, રાજુ મંગાભાઈ ચૌહાણ, ખોડુ બાબુભાઈ મકવાણા, ભદ્રેશ કાનાભાઈ શિયાળ, હરેશ નાણંદભાઈ ચૌહાણ અને મેહુલ હરિભાઈ જોળિયાને મહુવા પોલીસે જુગાર રમતા દબોચી લીધા હતા. તો ખુંટવડા પોલીસે મહુવાના મોટા આસરણા ગામે, ગોરસ રોડ, નદીના સામા કાંઠે જુગાર રમતા નરશી લાખાભાઈ બલદાણિયા, શંભુ શામજીભાઈ સોલંકી, ચિમન પરશોત્તમભાઈ વેકરિયા, દિનેશ નાનજીભાઈ બલદાણિયા, ભાવેશ પોપટભાઈ વેકરિયા, કિરીટ મગનભાઈ વેકરિયા, જયેશ લાલજીભાઈ વેકરિયા, લાલજી પરશોત્તમભાઈ વેકરિયા, બાબુ નાનજીભાઈ બલદાણિયા અને પંકજ કેશવભાઈ વેકરિયા તેમજ મોટા ખુંટવડા ગામેથી ઘનશ્યામ મનુભાઈ ધાનકવાડિયા, સુરેશ મનુભાઈ ધાનકવાડિયા, મુકેશ બચુભાઈ ચાવડા, અશ્વિન મધુભાઈ ચાવડા, યોગેશ ભાણાભાઈ વેગડ, રમેશ બાઘાભાઈ મુઢપરા અને જયંતી ખાટાભાઈ ઠોળિયાને જુગાર રમતા ઝબ્બે કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V1HuOf
via IFTTT
Comments
Post a Comment