- કિડની, લિવર, હૃદય અને ફેફસાં સમયસર અમદાવાદ અને હૈદરાબાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત ચાર ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા
- સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે ૧૩ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવાની ગુજરાતની સૌપ્રથમ ઘટના
સુરત,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર
અકસ્માતમાં ગંભીર ઇજા થયા બાદ રૂસ્તમપુરાના દશગામ હિંદુ ત્રિવેદી મેવાડા સમાજના યુવાન અને બેગમપુરાના શ્રી સુરતી મોઢવણિક સમાજના યુવાન મળી કિડની, લિવર, હૃદય, ફેફસા અને ચક્ષુઓના દાન કરી બારબાર વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. બંને પરિવારે અંગદાનનો નિર્ણય લઇ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.
રૂસ્તમપુરાના સુરમાવાડના ચંદ્રદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા કલ્પેશકુમાર સોમેશ્વર પંડ્યાનો પુત્ર મીત ઉ.વ. 18 તેમજ બેગમપુરા ચેવલી શેરીમાં રહેતા અને બેગમપુરા મોટી સિનેમા પાસે ભજીયાની લારી ચલાવતા સંજયકુમાર પ્રવિણચંદ્ર ગાંધીનો 18 વર્ષની પુત્ર ક્રીશ શારદાયતન સ્કુલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો.
જોકે મીત અને ક્રીસ બંને ખાસ મિત્રો હતા. તેમજ ધોરણ-1 થી બંને સાથે અભ્યાસ કરતા હતા. મીત અને ક્રીશ ગત તા.24મીએ બપોરે મોપેડ ઉપર જી.ડી.ગોએન્કા સ્કુલની સામેના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા કાર ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સમા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
સીટી સ્કેન કરાવતા મીત તેમજ ક્રીશને બ્રેઈન હેમરેજ તથા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.
ગત તા.28 મીએ ડોક્ટરની ટીમે મીત અને ક્રીશને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઇફના સંપર્ક બાદ બંનેના પરિવાર અંગદાન માટે સંમત થયા હતા.
ક્રીશ અને મીતની કિડની અમદાવાદની હોસ્પિટલને, લિવર અમદાવાદની હોસ્પીટલને, મીતનું હૃદય અમદાવાદની હોસ્પિટલને ફાળવવામાં આવ્યું હતું બાદ ક્રીશના ફેફસાં હૈદરાબાદની હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. જ્યારે ક્રીશ અને મીતના ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના સ્વીકાર્યુ હતું.
સુરતની ખાનગી હોસ્પિટલથી હૈદરાબાદનું 926 કિ.મીનું અંતર 180 મીનીટમાં કાપીને ક્રીશના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેતા સી આર પી એફમાં ફરજ બજાવતા 54 વર્ષીય વ્યક્તિમાં હૈદરાબાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
જયારે ક્રીશના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેતા 55 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જયારે મીતના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ બાયડના રહેતા 47 વર્ષીય શિક્ષકમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
સુરતની ખાનગી હોસ્પિટલથી અમદાવાદનું 288 કિ.મીનું અંતર 90 મીનીટમાં કાપીને મીતના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાની રહેતી 21 યુવતીમાં ડોક્ટરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે દાનમાં મેળવવામાં આવેલી કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ ચાર જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38oeymR
via IFTTT
Comments
Post a Comment