મુંબઈ : વેક્સિનેશન કાર્યક્રમ તથા ફેડરલ રિઝર્વના ટેકાને પરિણામે વર્તમાન કેલેન્ડર વર્ષમાં અમેરિકાના આર્થિક વિકાસ દરમાં ત્રિમાસિક ધોરણે ૧.૬૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે. આ આંક કોરોના પહેલાના આંકના સ્તર જેટલો છે. જો કે અમેરિકામાં કોરોનાના કેસોમાં ફરી થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખતા જીડીપી વૃદ્ધિ દર ટકે છે કે નહીં તે જોવાનું રહેશે.
૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિકમાં વિકાસ દર ૧.૫૦ ટકા રહ્યો હતો, જ્યારે બીજા ત્રિમાસિકમાં તે સહેજ ઊંચો રહીને ૧.૬૦ ટકા રહ્યો હોવાનું અમેરિકાના વાણિજ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું. વાર્ષિક ધોરણે આ વધારો ૬.૫૦ ટકા રહ્યો હતો.
ઉપભોગ ખર્ચમાં વધારો તથા મજબૂત બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટે જીડીપીને ફરી પાછા કોરોના પહેલાના સ્તરે લાવી દીધું છે.
ગયા વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં અમેરિકાનો આર્થિક વિકાસ દર નકારાત્મક રહ્યો હતો. ૨૦૦૯ની મંદી બાદ જીડીપીને સંપૂર્ણ રિકવર થતા બે વર્ષ લાગી ગયા હતા.
જો કે અર્થશાસ્ત્રીઓની ધારણાં કરતા વિકાસ દર નબળો છે. જો કોરોનાની અસર ન હોત અને આર્થિક વિકાસ દર જળવાઈ રહ્યો હોત હાલમાં વિકાસ દર નોંધપાત્ર ઊંચો હોત.
કોરોના પહેલાના સ્તરની સરખામણીએ અમેરિકામાં હાલમાં ૭૦ લાખ જેટલા રોજગાર ઓછા છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WyJhe5
via IFTTT
Comments
Post a Comment