USમાં કંપનીઓએ કર્મચારીઓનું વેતનવધારીને પ્રતિ કલાક 15 ડોલર કર્યું


અમદાવાદ : અમેરિકામાં કોરોનાનો પ્રભાવ ઓછો થયો છે  તેમજ લોકો હવે કામધંધે વળગ્યા છે. અહીં ઝડપી વેક્સિનેશનને કારણે જનજીવન સામાન્ય થઇ રહયું છે. આશરે એક વર્ષના લોકડાઉન બાદ હવે લોકો બહાર નીકળી રહ્યા છે અને મજબૂતીથી ખર્ચ કરી રહ્યા છે. તેનાથી રેસ્ટોરન્ટ, રિટેલ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં માંગ વધી ગઈ છે. આ માંગને પૂર્ણ કરવા માટે સર્વિસ ઇન્ડસ્ટ્રી વર્કર્સને પ્રતિ કલાકના ૧૫ ડોલર એટલે કે ૧૧૦૦ રૂપિયા ઓફર કરી રહી છે.

અમેરિકામાં લઘુતમ વેતન ૭.૨૫ ડોલર પ્રતિ કલાક છે. જોકે હવે ઘણી કંપનીઓ ૧૫ ડોલર પ્રતિ કલાકની ગણતરીએ ચુકવણી કરી રહી છે. મિનેસોટા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી આરોન સોજોરને કહ્યું કે આ સંખ્યા માત્ર સંયોગ નથી. તેની માંગ ૧૦ વર્ષથી કરવામાં આવી રહી છે.

હાલ પણ ઘણા કામદારોને પ્રતિકલાક ૧૫ ડોલરથી ઓછી રકમ મળી રહી છે. કોંગ્રેસનલ બજેટ ઓફિસ અનુસાર ૨૦૨૫ સુધી પણ ૧.૭ કરોડ કામદારો આ સ્તરે પહોંચી શકશે નહીં.

ઝિપપ્રિક્યુટરના લેબર અર્થશાસ્ત્રી જુલિયા પોલકે જણાવ્યું હતું કે ૨૦૧૯ થી કલાકના ૧૫ ડોલરની જોબ પોસ્ટિંગની સંખ્યા બમણી થઈ છે. ઘણા લોકોને આનો લાભ મળ્યો છે. અમેરિકામાં છેલ્લી વખત લઘુતમ વેતન ૨૦૦૯માં  વધારવામાં આવ્યું હતું.

૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે લઘુતમ વેતન વધારીને ૧૫ ડોલર કરવાની માંગ પણ કરવામાં આવી હતી. તેની પાછળ પગારવાળા કામદારોને તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી થશે અને આર્થિક અસમાનતા ઓછી થશે તેવો તર્ક રજૂ કરવામાં આવ્યો હતો.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j4kpT1
via IFTTT

Comments