NSELના ડીફોલ્ડર NK પ્રોટીન્સ સામેનો કેસ, કોમર્શિયલમાં રૂપાંતરિત

મુંબઇ, 30 જુલાઇ 2021 શુક્રવાર

બોમ્બે હાઇકોર્ટે, નેશનલ સ્પોટ એક્ચેન્જ લિમિટેડે એન કે પ્રોટીન્સ તથા અન્ય પાસેથી લેવાપાત્ર 937.89 કરોડની રકમના વસૂલાત માટેના દાવાને વાણિજ્યિક દાવા (કોમર્શિયલ સ્યુટ) માં રૂપાંતરિત કરતા સ્પોટ એક્સચેન્જ લિમિટેડ લાભાન્વિત થયું છે. આમ રૂપાંતર થવાથી દોષિત સામેના કેસના ઝડપી નિકાલ માટે પ્રક્રિયાસંબંધી કડક ઔપચારિક્તાઓ અપનાવી શકાશે.

કોર્ટે એના આ રૂપાંતરસંબંધી આ દેશમાં, નેશનલ સ્પોટ એક્ચેન્જ લિમિટેડ (એનએસઇએલ)ના સૌથી મોટા કસૂરવાર એન કે પ્રોટીન્સ જૂથની, નિયમિત દાવાને, વાણિજિયક દાવામાં રૂપાંતરનો વિરોધ કરવા બદલ તીવ્ર આલોચના કરી છે.

એનએસઇએલ દ્વારા સપ્ટેમ્બર, 2015માં કરાયેલી અરજી સંબંધી કોર્ટના રૂલિંગથી, કોમર્શિયલ કોર્ટસ્ એકટ અનુસાર જરૂરી, અગ્રીમતાના ધોરણે હાથ ધરવી પડતી સુનાવણી માટેનો માર્ગ મોકળો થયો છે.

કોમર્શિયલ કાર્ટસ્ એકટમાં નોંધપાત્રપણે, પ્રક્રિયાસંબંધી વ્યાપક નિયમો સમાવિષ્ટ છે. એ કેસના ફાસ્ટ ટ્રેકિંગ માટેની મીકેનિઝમ પૂરી પાડે છે. આ કાયદામાં કેસને વિલંબિત કરવા માટેના પ્રયાસો અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ બની રહે એવી ચુસ્ત સમયસંબંધી જોગવાઇઓ છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37ayj0u
via IFTTT

Comments