અમેરિકામાં IPOના હાલના મૂલ્ય ડોટ-કોમ બબલ સમય જેટલા ઊંચા


નવી દિલ્હી : નીચા વ્યાજ દરો તથા જંગી વળતરને પરિણામે અમેરિકામાં આઈપીઓની વિક્રમી માગ જોવા મળી છે, પરંતુ નવી પબ્લિક કંપનીઓના મૂલ્યાંકનો હાલમાં ડોટ-કોમ બબલ વખતે જે સપાટીએ જોવા મળ્યા હતા તે સપાટીએ હાલમાં પહોંચી ગયા છે. કેટલાક વિશ્લેષકો અમેરિકાની આઈપીઓ માર્કેટની તેજી પૂરી થવાની નજીકમાં હોવાનું માની રહ્યા છે.

જુન ત્રિમાસિક ગાળો અમેરિકામાં આઈપીઓની દ્રષ્ટિએ છેલ્લા બે દાયકાનો શ્રેષ્ઠ રહ્યો છે. ૧૧૫ કંપનીઓએ ગયા ત્રિમાસિક ગાળામાં ૪૦.૭૦ અબજ ડોલર ઊભા કર્યા હતા, એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.

પ્રથમ ત્રિમાસિકમાં પણ  વિક્રમી આઈપીઓ જોવા મળ્યા હતા. ૨૦૨૦માં અમેરિકામાં કંપનીઓએ ૬૧.૯૦ અબજ ડોલર ઊભા કર્યા હતા જે ૨૦૦૦ની સાલ બાદ સૌથી ઊંચી રકમ હતી. આ માગને કારણે મૂલ્યાંકનો જે બે દાયકા પહેલા ડોટ-કોમ બબલ વખતે જોવા મળ્યા હતા તે સ્તરે હાલમાં જોવા મળી રહ્યા છે. ૨૦૨૦માં કંપનીઓની આવક કરતા તેના આઈપીઓસના મૂલ્યાંકનો ૩૮ ગણા મુકાયા છે. ૨૦૦૦ની સાલમાં આ આંક ૪૧ ગણો હતો. 

મૂલ્યાંકનો હાલમાં ઘટી રહ્યા છે પરંતુ હજુપણ ઐતિહાસિક સપાટીએ જળવાઈ રહ્યા હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jbV3D4
via IFTTT

Comments