વડોદરાઃ વડોદરા શહેર-જિલ્લાના ૧૬૨૯૨ વિદ્યાર્થીઓ ધો.૧૨ના સામાન્ય પ્રવાહમાં પાસ થયા હોવાથી એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓનો ભારે ધસારો થશે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે.
કોમર્સ ફેકલ્ટી દ્વારા ગયા વર્ષે લગભગ ૮૦૦૦ વિદ્યાર્થીઓને એફવાયમાં પ્રવેશ અપાયો હતો.જેમાં બહારગામના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો.આ વર્ષે ૧૬૨૯૨ વિદ્યાર્થીઓ વડોદરા-શહેર જિલ્લામાંથી જ ઉત્તીર્ણ થયા છે.આ પૈકી કેટલાક વિદ્યાર્થીઓ આર્ટસ , હોમ સાયન્સ, લો, બીબીએ, બીસીએ જેવા બીજા કોર્સ પસંદ કરશે, કેટલાક જિલ્લાની બીજી કોમર્સ કોલેજોમાં પ્રવેશ લેશે.તો પણ એક અંદાજ પ્રમાણે ગયા વર્ષ કરતા આ વર્ષે કોમર્સ ફેકલ્ટીએ ૪૦૦૦ જેટલા વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડશે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે.આ સંજોગોમાં કોમર્સ ફેકલ્ટી દ્વારા હાયર પેમેન્ટ બેઠકોમાં વધારો કરવામાં આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.
કોમર્સ ફેકલ્ટીમાં અત્યાર સુધીમાં ૧૧૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ એફવાયમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવી ચુકયા છે.બીજી તરફ વિદ્યાર્થી સંગઠનોએ રજિસ્ટ્રેશન કરવા માટેની તારીખ લંબાવીને ૧૫ ઓગસ્ટ સુધી રાખવા માટે માંગ કરી છે.કોમર્સ ફેકલ્ટીના સૂત્રોના કહેવા પ્રમાણે એફવાયમાં પ્રવેશ અંગે ચર્ચા કરવા માટે કોમર્સ ફેકલ્ટી ડીન દ્વારા ૧ ઓગસ્ટે અધ્યાપકોની એક બેઠક પણ બોલાવવામાં આવી છે.જેમાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો અને પ્રવેશ કાર્યવાહી કેવી રીતે કરવી તેના પર ચર્ચા થશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37evcVc
via IFTTT
Comments
Post a Comment