નવી દિલ્હી, 30 જુલાઇ 2021 શુક્રવાર
કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણથી સ્થિતિ સારી નથી, પરંતુ તેનાથી પણ વધુ ચિંતાજનક અને ખતરનાક સ્થિતિ એ છે કે પૂર્વોત્તરના રાજ્યોમાં કોરોના પોતાનું ભયંકર સ્વરૂપ ધારણ કરવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ઉત્તર ભારતના રાજ્યોમાં જેટલા કોરોનાનાં કેસ છે, તેની તુલનામાં ત્રણ ગણા વધારે એક્ટિવ દર્દીઓ માત્ર આસામમાં છે. જ્યારે મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને સિક્કિમમાં કોરોના વાયરસના એક્ટિવ દર્દીઓમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે.
દર્દીઓની વધતી સંખ્યા અને એક્ટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો ન થવાને કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઉત્તર-પૂર્વનાં રાજ્યો પાસે સમીક્ષા રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, પશ્ચિમ બંગાળ સહિત આસામ, મણિપુર, ત્રિપુરા, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમમાં કોરોના વાયરસના ચેપના લગભગ 67 હજાર એક્ટિવ દર્દીઓ છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં આ રાજ્યોમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, તે ચિંતાજનક છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર-પૂર્વ ભારતનાં તમામ આઠ રાજ્યોમાં સાડા પાંચ હજારથી વધુ નવા દર્દીઓ માત્ર એક જ દિવસમાં નોંધાયા છે. જ્યારે આ જ રાજ્યોમાં, છેલ્લા 24 કલાકમાં 73 ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે. કોવિડ -19 નાં કેસો પર નજર રાખતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની રાષ્ટ્રીય કોવિડ ટાસ્ક ટીમના સભ્ય ડો.એનકે અરોડાનું કહેવું છે કે ખાસ કરીને એક્ટિવ દર્દીઓની વધતી સંખ્યાને લઈને ખૂબ સજાગ રહેવાની જરૂર છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3idFlI3
via IFTTT
Comments
Post a Comment