ચકલાસીના ભગવાનપુરામાંથી પોશડોડાના મસમોટા જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો


- એસઓજીની ટીમે બાતમીના આધારે છાપો માર્યો

- પોલીસે રહેણાંકમાંથી પોશડોડાનો પાવડર, વજન કાંટો સહિત રૂ.૮૪૦૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો

નડિયાદ : ખેડા-નડિયાદ એલ.ઓ.જી ટીમે ચકલાસીના ભગવાનપુરામાંથી પોશડોડાનો જથ્થો ઝડપી પાડયો હતો. આ બનાવમાં એક વ્યક્તિની અટકાયત કરી પોલીસ ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ખેડા-નડિયાદ એસ.ઓ.જી ટીમને બાતમી મળી હતી કે નડિયાદ તાલુકાના ચકલાસીના ભગવાનપુરામાં રહેતા સોમાભાઇ બુધાભાઇ વાઘેલા પોતાના રહેણાંક મકાનમાં નશીલો પદાર્થ રાખે છે. જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે દરોડો પાડયો હતો. બાતમી આધારિત ઘરમાં તલાસી લેતા ઘરના ખુંણામાં બે પ્લાસ્ટીકના થેલામાં કંઇક પદાર્થ ભરેલો મળી આવ્યો હતો. તે સમયે મકાનમાં હાજર સોમાભાઇ વાઘેલાને પૂછતા તેણે જણાવેલ કે તેમાં પોશડોડા છે. જે અંગે પોલીસે તેમની પાસે પોશડોડા રાખવા અંગેનુ પાસ પરમીટ માંગતા તે ન હોવાનુ જણાવ્યુ હતુ.પોલીસ ટીમે પોશડોડા અને પોશડોડા પાવડર કુલ વજન ૨૬.૪૬૦  કિ.ગ્રા કિ. રૂ. ૭૯, ૩૮૦, ઇલેકટ્રીક કાંટો કિ. રૂ. ૩૦૦૦,મોબાઇલ ફોન કિ. રૂ. ૫૦૦, મીકચર કિ. રૂ. ૫૦૦, રોકડ રૂ. ૬૯૦ એમ મળી કુલ રૂ. ૮૪,૦૭૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે એસ.ઓ.જી ટીમની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે એસ. ઓ. જી ટીમે સોમાભાઇ વાઘેલાની પૂછપરછ કરતા તેણે જણાવેલ આ પોશડોડા રામજીભાઇ ભીલ તથા તેમના કાકાનો દિકરો ધનાભાઇ ભીલ રહે,મેધનગર મધ્યપ્રદેશનાઓ આપી જતા હોવાનુ જણાવ્યુ હતુ.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jahWq9
via IFTTT

Comments