નવી દિલ્હી : દેશમાં આ વર્ષે જૂનમાં નોન ફૂડ માટે બેન્ક લોન ક્રેડિટનો ગ્રોથ લગભગ ગયા વર્ષના જૂન જેટલી રહી. ગયા વર્ષે જૂનમાં આ ક્ષેત્ર માટે બેન્ક લોનનો ગ્રોથ ૬ ટકા હતો. આ વર્ષે જૂનમાં આ ગ્રોથ ૫.૯ ટકા રહી. રિઝર્વ બેન્ક તરફથી જારી આંકડા પરથી આ જાણકારી મળી છે.
આરબીઆઈના આંકડા અનુસાર, કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓને આપવામાં આવનાર લોનમાં જૂન માસ દરમિયાન ૧૧.૪ ટકાની સારી વૃદ્ધિ નોંધાવી છે. એક વર્ષ પહેલા સમાન મહિનામાં વૃદ્ધિ ૨.૪ ટકા હતી. જૂન ૨૦૨૧માં ઉદ્યોગને ધિરાણમાં ૦.૩ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે એક વર્ષ અગાઉ સમાન મહિનામાં ૨.૨ ટકાનો વધારો થયો હતો.
ઉદ્યોગોમાં મધ્યમ ઉદ્યોગોને આપવામાં આવેલી લોનમાં ૫૪.૬ ટકાની મજબૂત વૃદ્ધિ થઈ છે, જ્યારે ગયા વર્ષે આ શ્રેણીમાં ૯ ટકાનો ઘટાડો થયો હતો. બીજી બાજુ, જૂન મહિના દરમિયાન સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને આપવામાં આવેલી લોનમાં ૬.૪ ટકાનો વધારો થયો છે.
મોટા ઉદ્યોગોને લોનમાં આ દરમિયાન ૩.૪ ટકાનો ઘટાડો આવ્યો છે. એક વર્ષ પહેલા મે મહિનામાં આ સીરિઝને આપવામાં આવેલ લોનમાં ૩.૬ ટકાની વૃદ્ધિ થઈ હતી. પર્સનલ લોન જૂનમાં ૧૧.૯ ટકા વધી છે. એક વર્ષ પહેલા આ વર્ગમાં લોન વૃદ્ધિ ૧૦.૪ ટકા હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fffg9y
via IFTTT
Comments
Post a Comment