વડોદરાઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજે ધો.૧૨ના વિદ્યાર્થીઓનુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.વડોદરા શહેરની લગભગ તમામ સ્કૂલોનુ પરિણામ ૧૦૦ ટકા આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.
વડોદરા શહેરમાં ૨૦ જેટલી સીબીએસઈ સ્કૂલમાં ધો.૧૨ના ૨૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓનુ પરિણામ આજે જાહેર થયુ છે.મળતી વિગતો પ્રમાણે શહેરની સીબીએસઈ સ્કૂલમાં બોર્ડ પરીક્ષા લેવા માટે તૈયારીઓ થઈ ગઈ હતી અને તે સમયે કોરોનાની બીજી લહેરનુ જોર વધી ગયા બાદ લોકડાઉન જાહેર થયુ હતુ.બોર્ડે બાદમાં આખા દેશમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી.
એ પછી ધો.૧૨ના વિદ્યાર્થીઓને પાસ કરવા માટે બોર્ડે ફોર્મ્યુલા જાહેર કરી હતી અને તે પ્રમાણે ધો.૧૦ના પરિણામના ૩૦ ટકા, ધો.૧૧ના પરિણામના ૩૦ ટકા અને ધો.૧૨માં લેવાયેલી ઈન્ટરનલ અને પ્રી બોર્ડ પરીક્ષા તેમજ પ્રેક્ટિકલના ૪૦ ટકા માર્કસ ગણતરીમાં લઈને આજે ધો.૧૨નુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.આ સંજોગોમાં સરેરાશ પરિણામ પણ ઉંચુ આવ્યુ છે.
વડોદરાની મોટાભાગની સ્કૂલો એમ પણ ૧૦૦ ટકા પરિણામ દર વર્ષે મેળવતી આવી છે અને આ વષે પણ પરિણામ ૧૦૦ ટકા જાહેર થયુ છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3i9U2fk
via IFTTT
Comments
Post a Comment