મુંબઈ : હાથમાં જંગી નાણાં ધરાવતા રોકાણકારો કોરોના પછીના સમયમાં ભારતીય કંપનીઓ ખાસ કરીને ટેક સ્ટાર્ટ-અપ્સમાં નાણાં ઠાલવવા માટે ઉત્સુક છે. વર્તમાન વર્ષમાં રોકાણકારોએ પબ્લિક તથા પ્રાઈવેટ ઈક્વિટી સોદા મારફત અત્યારસુધી ૩૦ અબજ ડોલર જેટલી વિક્રમી રકમ ઠાલવી હોવાનું એનાલિસ્ટો જણાવી રહ્યા છે.
સસ્તા સ્માર્ટફોન્સ તથા ઈન્ટરનેટના આસાન જોડાણ ધરાવતા ભારતના મધ્યમ વર્ગના લોકોને નજરમાં રાખી વૈશ્વિક રોકાણકારો ભારતમાં ઓનલાઈન પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવા ઉમટી પડયા છે. ચીનની સરકાર દ્વારા તેની ટેકનોલોજી કંપનીઓ સામે નિયમનકારી પગલાંને કારણે પણ કેટલાક વિદેશી રોકાણકારો ચીનને છોડીને ભારત તરફ નજર દોડાવી રહ્યા છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
કોરોનાની બીજી લહેરની ગંભીર અસરથી અર્થતંત્રમાં સુધારો નબળો પડયો હોવા છતાં,ભારતમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ થી લઈનેફૂડ ડિલિવરી એપ ઓપરેટરો દ્વારા ભંડોળ ઊભા કરવામાં તેજી જોવા મળી રહી છે. પ્રાઈવેટ ઈક્વિટી સોદામાં જેમાં, પ્લેસમેન્ટસ તથા આઈપીઓ પહેલાના ફન્ડિંગ રાઉન્ડસનો સમાવેશ થાય છે તે મારફત વર્તમાન વર્ષમાં અત્યારસુધી ૨૨ અબજ ડોલર જેટલી રકમ ઊભી કરવામાં આવી છેં. ૨૦૨૦માં આ રુટ મારફત ૩૭ અબજ ડોલર ઊભા કરાયા હતા.
વર્તમાન વર્ષના પ્રથમ ૬ મહિનામાં ૨૨ અબજ ડોલરના પ્રાઈવેટ ઈક્વિટી સોદામાંથી ૧૩.૨૧ અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ વિદેશી રોકાણકારોનું રહ્યું છે. આ ઉપરાંત વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં ૪૩ આઈપીઓ મારફત ૫.૪૦ અબજ ડોલર ઊભા કરાયા છે. ગયા વર્ષના આ સમયગાળા સુધીમાં આઈપીઓ મારફત ૧.૨૪ અબજ ડોલર ઊભા કરાયા હતા. વર્તમાન વર્ષના બાકીના સમયગાળામાં પણ બીજા મોટા આઈપીઓ આવવાની તૈયારીમાં છેં.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lfZPSu
via IFTTT
Comments
Post a Comment