નવી દિલ્હી, 30 જુલાઇ 2021 શુક્રવાર
ભારત અને ચીન વચ્ચે 12મા તબક્કાની કોર્પ્સ કમાન્ડર કક્ષાની વાટાઘાટો તા. ૩૧ જુલાઇએ સવારે ૧૦-૩૦ વાગ્યે લદ્દાખ સેક્ટરમાં યોજાશે. બંને પક્ષો અપેક્ષિતપણે હોટ સ્પ્રિંગ્સ અને ગોરા હાઇટ્સ ક્ષેત્રોમાંથી ફારેગ થવા બાબત ચર્ચા કરશે.
બંને દેશો ૯ એપ્રિલે પોન્ગોન્ગ સરોવર વિસ્તારને ખાલી કરવા માટે સંમ્પ થયા એ અગાઉ એમણે કોર્પ્સ કમાન્ડર સાથે ૧૧ તબક્કે ચર્ચા કરી હતી.
ભારત અને ચીન વચ્ચે પાન્ગોન્ગ સરોવર વિસ્તારમાં હાજરી અંગે એક વર્ષથી લશ્કરી મડાગાંઇ પડી હતી, જે લશ્કરી તથા રાજકીય કલાની વ્યાપક વાટાઘાટો પછી ઉકેલી હતી.
સંરક્ષણમંત્રી રાજનાથસિંઘ અને વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર ગયા વર્ષે મોસ્કોમા યોજાયેલી એસસીઓ કોન્કવેલ વેળા એમના ચીની સમકક્ષો સાથે અલગ-અલગ ચર્ચા યોજી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xfZH7Z
via IFTTT
Comments
Post a Comment