વડોદરાઃ રાજ્ય સરકારે વેપારી વર્ગ, ફેરિયાઓ, કર્મચારીઓ તેમજ સેવાકીય સંસ્થાઓના કાર્યકરો માટે કોરોના રસી લેવાની સમય મર્યાદા વધારીને ૧૫ ઓગસ્ટ સુધી લંબાવી છે.જેના કારણે વેપારી આલમને થોડી રાહત મળી છે.
વડોદરામાં વેપારીઓના સંગઠન વેપાર વિકાસ એસોસિએશને જોકે રસી મુકાવાની સમય મર્યાદા ૩૦ ઓગસ્ટ સુધી લંબાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.સંગઠનનુ કહેવુ છે કે, વડોદરામાં ૧૫૦૦૦ જેટલા વેપારીઓ છે અને આ પૈકી ૩૦૦૦ જેટલા વેપારીઓને હજી પણ રસી મુકવાની બાકી છે.
સંગઠનના કહેવા પ્રમાણે લગભગ ૨૦ ટકા જેટલા વેપારીઓ રસી મુકાવાથી વંચિત છે અને તેની પાછળનુ મુખ્ય કારણ ધીમુ રસીકરણ છે.રસી મુકાવવા માટે લાંબી લાઈનો લાગે છે અને ઘણી વખત રસી ખલાસ થઈ જવાના કારણે વેપારીઓને પાછા ફરવુ પડયુ હોય તેવુ પણ બનેલુ છે.વેક્સીનની અછતના કારણે વેપારીઓની સાથે સાથે ઘણા ફેરિયાઓ પણ રસીથી વંચિત છે.આ સંજોગોમાં સરકારે રસી લેવાની સમય મર્યાદા વધારીને ૩૦ ઓગસ્ટ સુધી કરીને વેપારીઓને પૂરતો સમય આપવો જોઈએ. વેપારીઓના સંગઠન દ્વારા વેક્સીનેશન માટે કોર્પોરેશન સાથે મળીને ગયા મહિનામાં નાના મોટા ૬ વેક્સિનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં લગભગ ૩૦૦૦ થી ૪૦૦૦ વેપારીઓએ રસી લીધી હતી.
સરકારે કરેલી જાહેરાત પ્રમાણે રસી મુકાવાની સમય મર્યાદામાં જો કોઈ વેપારી કે ફેરિયાએ રસી નહીં લીધી હોય તેમને દંડ કરવામાં આવશે અને વેપારીની દુકાન સીલ પણ કરવામાં આવી શકે છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3C4JDJA
via IFTTT
Comments
Post a Comment