વિડિયો કોન્ફરન્સિંગમાં સમસ્યા આવતાં સોમવારે પ્રત્યક્ષ સુનાવણી
મુંબઈ : પોર્નોગ્રાફીનું નિર્માણ અને એપ દ્વારા તેનું પ્રસારણ કરવાના આરોપસર પોતાની સામે કરેલી કાર્યવાહીને પડકારતી રાજ કુંદ્રાની અરજી પર શનિવારે હાઈકોર્ટમાં દલીલો થઈ હતી. વરિષ્ઠ સરકારી વકિલ અરૂણા પાઈએ અદાલતમાં પોલીસની બાજુ રજૂ કરી હતી. રાજ કુંદ્રાની અરજી પર ગયા સુપ્તાહે તેના વકિલ આબાદ પોંડાએ દલીલો રજૂ કરી હતી.
આના પછી શનિવારે સરાકરી વકિસલ પાઈએ પોલીસ વતી દલીલો રજૂ કરવાનું શરૂ કર્યું હતું. વિડિયો કોન્ફરન્સિંગમાં ટેક્નિકલ ખરાબી થતાં પાઈ પોતાની વાાત રજૂ કરી શક્યા નહોતા. આથી કોર્ટે આ બાબતની સુનાવણી સોમવાર પર મોકૂફ રાખી હતી અને સોમવારે આ બાબતે પ્રત્યક્ષ સુનાવણી કરવામાં આવશે એમ સર્વસંમતિથી નક્કી કરાયું હતું.
સરાકરી વકિલે કોર્ટને જણાવ્યું હતું કે પાંચ ફેબુ્રઆરી 2021ના રોજ મુંબઈના માલવણી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવાઈ હતી અને ત્યાર બાદ કેસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ નવ આરોપી સામે ત્રીજી એપ્રિલે આરોપનામું દાખલ કરાયું હતું. પાઈએ જણાવ્યું હતું કેે રાજ કુંદ્રા અને આઈટીના હેડ રેયાન થોર્પે સામે ગંભીર ગુનામાં સામેલ હોવાનો આરોપ છે.
બંને વિડિયો બનાવીને હોટશોટ્સ એપ અને બોલીફેમ એપ સ્ટ્રીમિંગ માટે અપલોડ કરતા હતા આ બંને એપ પરથી 51 મુવી જપ્ત કરાઈ છે. વધુમાં તેમણે કોર્ટને જણાવ્યું હતું કે બંનેના પર્સનલ લેપટોપ અન અન્ય ડિવાઈસ જપ્ત કરવામાં આવ્યા છે. 19 જુલાઈએ રાજ અને રેયાન સામે તેમની ઓફિસની તપાસ કરવામાં આવી હતી.
અમને હોટશોટ્સ એપ પર કુંદ્રાના બનેવી પ્રદીપ બક્સીને મોકલવામાં આવેલી મેઈલ મળી હતી. બક્સી યુકેમાં કેનરિન પ્રા. લિ.નો માલિક છે. રાજને કાયદેસર નોટિસ મોકલવાઈ હતી, પણ તેણે સ્વીકારી નહોતી. નોટિસમાં રાજને તપાસમાં સહયોગ કરવાનું જણાવાતાં તેણે વોટ્સએપ ચેટ અને પુરાવા દૂર કરવા માડયા હતા.
અરૂણા પાઈએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આરોપી પુરાવા દૂર કરવા લાગે તો તપાસ એજન્સીએ મુકદર્શક બની શકે નહીં અને આરોપીને રોકવાનું જરૂરી બને છે. પુરાવા નષ્ટ કરવાથી રોકવા માટે રાજની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ પાઈ તરફથી વિડિયો કોન્ફરન્સિંગમાં ટેક્નિકલ સમસ્યા આવતાં ન્યા. ગડકરીએ આ બાબતની સુનાવણી સ્થગિત કરીને સોમવાર પર મોકૂફ રાખી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jeUmca
via IFTTT
Comments
Post a Comment