બાલાસિનોરમાં ખાદ્યતેલની ફેકટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સનું માત્ર ચેકિંગનું નાટક


- કૌભાંડ પર પડદો પાડવા માલિકોનું એડીચોટીનું જોર

- ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરોએ મીડિયા કર્મીઓને બોલાવી ભેળસેળની તપાસનો માત્ર ડોળ કર્યો

બાલાસિનોર : બાલાસિનોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ઈન્સ્પેકટરો દોડી આવ્યા હતા તેઓએ મીડિયા કર્મીઓનો સંપર્ક કરી સમગ્ર ઘટના કઈ જગ્યાની છે તેમજ ખરેખર હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કર્યા બાદ જીઆઈડીસી ખાતે આવેલી ખાદ્યતેલની ફેકટરીમાં ફૂડ  ઈન્સ્પેકટરોની ટીમ પહોંચી હતી ત્યાર બાદ તેઓએ ખાલી તેલના ડબ્બા ખખડાવીને તપાસનું નાટક કર્યું હતું.

બાલાસિનોરની જીઆઈડીસીમાં પામોલીન તેલમાંથી સિંગતેલ બનાવવાના ગોરખધંધાનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ દોડી આવેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ જાત તપાસ કરવાને બદલે મીડિયાકર્મીઓને બોલાવીને તેલમાં ભેળસેળની પ્રવૃત્તિ ક્યાં થાય છે તેવી વિગતો માગી તપાસનો ડોળ કર્યો હતો. જોકે, ફેકટરીમાંથી સેમ્પલ લેવાને બદલે માત્ર કૌભાંડને છાવરવામાં આવતું હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફૂડ  એન્ડ ડ્રગ્સ વિભાગના ફૂડ  ઈન્સ્પેકટર રોનકભાઈ, ઉર્વીબેન, અને ખુશ્બુબેનને સમગ્ર કૌભાંડ મામલે તપાસ કરી કૌભાંડને ઉજાગર કરવાની જગ્યાએ અન્ય દિશા તરફ જઈ કૌભાંડને દબાવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ ફેકટરીમાં મશીનરી સહિત અન્ય ચીજવસ્તુઓ સગેવગે કરાઈ હોય તે જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી હતી.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UXLAqR
via IFTTT

Comments