- રોજીંદી સમસ્યા ઉકેલવા પ્રત્યે તંત્રવાહકોનું દુર્લક્ષ્ય
- કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ અરજદારોના કામ ટલ્લે ચડી રહ્યા છે
પાલિતાણાની મામલતદાર કચેરીમાં ખેડૂતો સહિતના અરજદારોને ઉપયોગી ગણાતા ૭-૧૨ અને ૮-અ, આવકનો દાખલો, જાતિનો દાખલો,ક્રિમીનલ સર્ટી. સોગંધનામુ સહિતની વિવિધ સેવામાં ઈન્ટરનેટ કનેકટીવીટીની અત્યંત આવશ્યકતા હોય તો જ તેની ઓનલાઈન સેવાઓ અરજદારને મળે છે. આ સેવાઓ મેળવવા માટે પ્રતિદિન મામલતદાર કચેરીમાં સમગ્ર તાલુકામાંથી દૂર દુરથી અસંખ્ય ગ્રામજનો ખાનગી અને સરકારી વાહનોમાં આવતા હોય છે. જેઓને આ રોજીંદી અને શિરદર્દ સમાન સમસ્યાના કારણે કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ સમયસર ખોટીપો કામ થતુ નથી અને તેઓને ખોટીપો વેઠવો પડે છે તેવુ અરજદારો આક્રોશભેર કહી રહ્યા છે. આ સેવા કેન્દ્રમાં ઓપરેટર ખાનગી કંપનીના હોય છે જેઓ અરજદારોના કામ તાત્કાલીક કરવામાં ઢીલ કરતા હોય તેમજ અમુક ઓપરેટર કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત હોય જેથી કામમાં પણ વાર લાગતી હોય તેવુ અરજદારોનું કહેવુ છે. આમ અત્રે નેટ કનેકટીવીટીના વાંકે અરજદારોના કામો ટલ્લે ચડી રહ્યા હોય લોકોમાં રોષ વ્યાપેલ છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j7NwFe
via IFTTT
Comments
Post a Comment