(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૩૧
ભારતમાં કોરોનાના નોંધાયેલા પ્રત્યેક એક કેસ સામે ૩૦ કેસ એવા છે, જે પકડી શકાયા નથી તેમ આઈસીએમઆરના ચોથા સીરો-સરવેના વિશ્લેષણમાં જણાયું હોવાનું સ્વતંત્ર એપીડેમિઓલોજિસ્ટ ડૉ. ચંદ્રકાંત લાહરિયાએ કહ્યું હતું.
જાહેર સ્વાસ્થ્ય નિષ્ણાતે ટ્વિટર પર તેમનું વિશ્લેષણ શેર કરતાં જણાવ્યું કે, ભારતમાં કોરોનાનો એક કેસ નોંધાવા સામે અનેક કેસ પકડી શકાતા નથી. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમના કહેવાનો અર્થ એ નથી કે સરકારી બેદરકારીના કારણે અથવા સર્વેલન્સ સિસ્ટમમાં ખામીના કારણે આ કેસો પકડી શકાતા નથી. લાહરિયાએ ઉમેર્યું હતું કે, અનેક કેસ અસિમ્પ્ટોમેટિક હોય છે, તેથી નોંધાતા નથી. જોકે, કોન્ટેક્ટ ટ્રેસિંગ સારી રીતે કરવામાં આવે તો અસિમ્પ્ટોમેટિક કેસ પણ નોંધી શકાય છે. કેટલાક રાજ્યોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગની સ્થિતિ ઘણી સારી હોવાથી અન્ય રાજ્યો કરતા ત્યાં વધુ કેસ જોવા મળ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે દેશના ૭૦ જિલ્લામાં આઈસીએમઆર દ્વારા હાથ ધરાયેલા રાષ્ટ્રીય સીરોસરવેના ચોથા રાઉન્ડની વિગતો જાહેર કરી હતી. સીરોપ્રીવલન્સના ચાર્ટમાં ૭૯ ટકા સાથે મધ્ય પ્રદેશ ટોચ પર છે જ્યારે કેરળ ૪૪.૪ ટકા સાથે સૌથી નીચે છે. વિશ્લેષણ મુજબ ભારતમાં પ્રત્યેક લેબોરેટરીએ કોરોનાના કેસની પુષ્ટી આપવા સામે ૬થી લઈને ૯૮ સુધીની રેન્જમાં કેસ નોંધાયા નહીં હોવાની પુષ્ટી આપી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lhi8H5
via IFTTT
Comments
Post a Comment