ભારતને મહામારી અગાઉના સ્તરે પહોંચવા 8-10 ટકાનો વૃધ્ધિ-દર જરૂરી

નવી દિલ્હી, 30 જુલાઇ 2021 શુક્રવાર

કેટલાક હાઇ ફ્રીકવન્સી ઇન્ડિકેટર મહામારી અગાઉના સ્તરે પહોંચ્યા હોઇ જો ભારતીય અર્થતંત્ર ૮ થી ૧૦ ટકાની રેન્જમાં વધે તો એ રોગચાળા પહેલાના સ્તરે પહોંચી જઇ શકે, એમ તજજ્ઞાોએ જણાવ્યું. રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થતંત્ર ૯.૫ ટકાના દરે વધે એમ અપેક્ષિત છે.

આઇએમએફ (આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ) એ બુધવારે નાણાકીય વર્ષ ૨૦૨૨ માટેનો ભારતના જીડીપી (ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના વૃધ્ધિ-દરનો અંદાજ અગાઉના ૧૨.૫ ટકાથી ઘટાડીને ૯.૫ ટકા કર્યો છે. આ દરે, ભારતીય અર્થતંત્ર મહામારી પહેલાના સ્તરે પહોંચી શકશે.

મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્થિ સુબ્રમણ્યમે જણાવ્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીનો વૃધ્ધિ-દર ૧૦.૫ ટકા વૃધ્ધિના અંદાજિત દરથી નોંધપાત્રપણે ઘટશે નહિ.

''આ દરે ભારત, નાણાકીય વર્ષ ૨૦૨૧ દરમિયાન જીડીપીમાં થયેલી ખોટને ભરપાઇ કરી શકશે. ઉત્પાદનમાં કાયમી નુકસાન કેટલું રહેશે એ ચર્ચાસ્પદ મુદ્દો છે'', એમ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના જૂથ મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્યા કાંતિ ઘોષે જણાવ્યું.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WsmDE7
via IFTTT

Comments