- રિમાઇન્ડર નોટિસ આપી સુવિધા ઊભી કરવા તાકિદ
- બહુમાળી બિલ્ડીંગો, હોસ્પિટલો અને હોટલોને અલ્ટીમેટમ આપવામાં આવ્યું
વલ્લભવિદ્યાનગર : આણંદ શહેરમાં આવેલી બહુમાળી ખાનગી બિલ્ડીંગો, હોસ્પિટલો અને હોટલ સંચાલકોને ફાયર સેફ્ટી એક્ટની જોગવાઇઓ હેઠળ ફાયરની સુવિદ્યા ઉભી ન કરવા બદલ તથા ફાયર સેફટીનુ એનઓસી ન હોવાના કારણે આણંદ અગ્નિશામક દળના અધિકારીએ અંદાજીત ૭૦ બિલ્ડીંગ ધારકોને રીમાઇન્ડર નોટીસ ફટકારીને તત્કાલિન રાહે સુવિદ્યા ઉભી કરવા તાકીદ કરી છે.
કોવિડ હોસ્પિટલોમાં વિતેલા દિવસો દરમિયાન અચાનક આગની ઘટનાઓને પગલે સફાળા જાગેલા તંત્રએ ફાયર સેફ્ટી એકટમાં ધરખમ ફેરફાર કરીને તત્કાલિન કાયદો લાગુ કરીને લોકોની સુરક્ષા માટે પ્રયાસો શરૂ કર્યા છે. શહેરમા આવેલી અનેક બહુમાળી બિલ્ડીંગોમાં કોઇપણ પ્રકારની સુવિદ્યા નથી. તેવી બિલ્ડીંગો ઉપરાંત હોસ્પિટલો અને હોટલોને પણ યેનકેન પ્રકારે અગ્નિશમનની સગવડ તત્કાલિન કરાવી લેવા અલ્ટીમેટમ આપવામા આવ્યુ છે.
થોડા સમય પૂર્વે કેટલાક મિલ્કતધારકોની ફાયર એનઓસી ન હોવાના કારણે નળ જોડાણ કાપીને કડક કાર્યવાહીની શરૂઆત કરી હતી. પરંતુ સરકારે તેમાં છુટછાટ આપતા આખરે તંત્રને નળ જોડાણ ખુલ્લા કરી આપવાની ફરજ પડી છે. ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે શહેરના કેટલાક વિસ્તારમા આવેલી વર્ષો જુુની ઇમારતોમાં ફાયરની સુવિદ્યા કરી શકાય તેવી કોઇ જગ્યા નથી. એટલું જ નહીં ખર્ચાળ સુવિદ્યા માટે જે-તે એશોશીએસન પાસે પુરતુ ભંડોળ પણ નથી. તેવા સંજોગોમાં ફાયરની સગવડ કરવી પણ મુશ્કેલ બની છે.
અનેક વખત નોટીસો છતાં સ્થિતિ જૈસે થે
શહેરમા આવેલા અનેક બિલ્ડીંગો, દવાખાના, મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલોમાં સંભવિત આગની દુર્ઘટના ટાણે બચાવ-રાહત માટે લગાવવામા આવતી ફાયર સેફ્ટીની સુવિદ્યા ઉભી કરવા માટે તંત્ર દ્વારા અનેક વખત નોટીસો ઇસ્યુ કરાઇ છે. તેમ છતાં મિલ્કતધારકોના પેટનુ પાણી હાલતુ નથી. જયારે કોઇ દુર્ઘટના ઘટે ત્યારે સફાળુ જાગેલુ તંત્ર માત્ર કહેવા પુરતી જ કામગીરી કરીને સંતોષ માને છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BZQcNN
via IFTTT
Comments
Post a Comment