(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ : કોરોના સંક્રમણની ત્રીજી લહેરના સંકેત આપતાં પોઝિટીવ કેસોમાં એકાએક દેશમાં થવા લાગેલા વધારા અને આ પરિસ્થિતિ જોઈને ડીજીસીએ દ્વારા ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ ૩૧,ઓગસ્ટ ૨૦૨૧ સુધી લંબાવતાં આજે સપ્તાહના અંતે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવાઈ હતી. વૈશ્વિક મોરચે અમેરિકામાં લિસ્ટેડ ચાઈનીઝ શેરોમાં ફરી ધોવાણ શરૂ થતાં અને ચાઈનામાં સ્ટીલની નિકાસ પર ૧૦ થી ૨૫ ટકા નિકાસ ડયુટી લાદવાની તૈયારી સાથે વૈશ્વિક ફુગાવો-મોંઘવારીમાં વધારો થવાના સંકેત આપી ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ વધીને બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૭૬ ડોલરની સપાટીએ અને નાયમેક્ષ ક્રુડના ભાવ ૭૩ ડોલરની સપાટીએ પહોંચી જવાની પણ નેગેટીવ અસર આજે બજારોમાં જોવાઈ હતી. એશીયાના દેશોના બજારોમાં નરમાઈ સાથે યુરોપના દેશોના બજારોમાં પણ નરમાઈ રહી હતી. ભારતીય શેર બજારોમાં આજે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની ઓવરબોટ પોઝિશન હળવી થવા સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં નફારૂપી વેચવાલી રહેતાં ઈન્ડેક્સ બેઝડ બજાર નેગેટીવ ઝોનમાં આવી ગયું હતું. અલબત આજે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની આક્રમક તેજી થતાં અને આઈટી-ટેકનોલોજી શેરોમાં ટેક મહિન્દ્રા પાછળ તેજી સાથે સિમેન્ટ શેરોમાં ફંડોની લેવાલીએ સેન્સેક્સ, નિફટી બેઝડ મોટું ધોવાણ અટક્યું હતું. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે સપ્તાહના અંતે વ્યાપક લેવાલી રહી હતી. સેન્સેક્સ અફડાતફડીના અંતે ૬૬.૨૩ પોઈન્ટ ઘટીને ૫૨૫૮૬.૮૪ અને નિફટી સ્પોટ ૧૫.૪૦ પોઈન્ટ ઘટીને ૧૫૭૬૩.૦૫ બંધ રહ્યા હતા.
નિફટી ઓગસ્ટ ફયુચર ૧૫૮૦૬ થી ઘટીને ૧૫૭૮૫ બેંક નિફટી ફયુચર ૩૪૮૩૨ થી ઘટીને ૩૪૬૯૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ ફંડોએ આજે ઉછાળે તેજીનો વેપાર હળવો કર્યો હતો. નિફટી ઓગસ્ટ ફયુચર ૧૫૮૦૬.૩૫ સામે ૧૫૭૩૫.૨૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૫૮૭૨.૩૦ થઈ ઘટીને નીચામાં ૧૫૭૩૫.૨૦ સુધી આવી અંતે ૧૫૭૮૫ રહ્યો હતો. બેંક નિફટી ઓગસ્ટ ફયુચર ૩૪૮૩૨.૭૦ સામે ૩૪૮૦૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૪૮૫૦ થઈ ઘટીને નીચામાં ૩૪૫૪૫.૦૫ સુધી આવી અંતે ૩૪૬૯૦ રહ્યો હતો.
સેન્સેક્સ ફાર્મા, આઈટી શેરોની તેજીએ ૫૨૯૧૦ થઈ છેલ્લા કલાકમાં ધોવાણે ૫૨૫૩૩ સુધી આવી અંતે ૬૬ ઘટીને ૫૨૫૮૭
ટ્રેડીંગની શરૂઆત આજે સાધારણ મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૫૨૬૫૩.૦૭ સામે ૫૨૭૯૨.૩૬ મથાળે ખુલીને આરંભમાં સાધારણ મજબૂતી બાદ હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં સન ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ સહિતમાં આક્રમક તેજીએ અને ઓટોમોબાઈલ શેરોમાં બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતમાં લેવાલી થતાં અને આઈટી શેરોમાં ટેક મહિન્દ્રાના પરિણામ પૂર્વે ફંડોની મોટી ખરીદી થવા સાથે એચસીએલ ટેકનોલોજી સહિત વધી આવતાં અને કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડમાં આવતીકાલે પરિણામ પૂર્વે તેજી થતાં અને એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેેશનમાં આકર્ષણે એક સમયે વધીને ૫૨૯૧૦.૨૩ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને ફંડોના બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં મોટા પ્રોફિટ બુકિંગ અને એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંકમાં પણ નરમાઈ સાથે ટાટા સ્ટીલ સહિતના મેટલ શેરોમાં નફારૂપી વેચવાલીએ અને ટાઈટન કંપની, એશીયન પેઈન્ટસ, ટીસીએસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઈન્ડિયા, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંકમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૫૨૫૩૩.૯૧ સુધી આવી અંતે ૬૬.૨૩ પોઈન્ટ ઘટીને ૫૨૫૮૬.૮૪ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ઉપરમાં ૧૫૮૬૨ સુધી જઈ પાછો ફરી નીચામાં ૧૫૭૪૪ સુધી આવી અંતે ૧૫ પોઈન્ટ ઘટીને ૧૫૭૬૩
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૫૭૭૮.૪૫ સામે ૧૫૮૦૦.૬૦ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં હેલ્થકેર શેરોમાં સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ, સિપ્લા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, દિવીઝ લેબ.માં આક્રમક લેવાલીએ અને આઈટી શેરોમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી સહિત ઝડપી વધી આવતાં અને સિમેન્ટ શેરોમાં શ્રી સિમેન્ટ, ગ્રાસીમ સહિતમાં આકર્ષણે અને ઓટો શેરોમાં બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ સાથે અદાણી પોર્ટસ, એનટીપીસી, એચડીએફસી લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક, કોલ ઈન્ડિયા સહિતમાં આકર્ષણે વધીને ૧૫૮૬૨.૮૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને મેટલ-માઈનીંગ શેરોમાં હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલમાં પ્રોફિટ બુકિંગ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક સહિત ઘટી આવતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે ઈન્ડિયા, એશીયન પેઈન્ટસમાં નરમાઈએ ઘટીને નીચામાં ૧૫૭૪૪.૮૫ સુધી આવી અંતે ૧૫.૪૦ પોઈન્ટ ઘટીને ૧૫૭૬૩.૦૫ બંધ રહ્યો હતો.
ફાર્મા ઈન્ડેક્સની ૫૭૫ છલાંગ : સન ફાર્મા જંગી નફો કરતાં રૂ.૭૧ ઉછળીને રૂ.૭૭૪ : સન ફાર્મા એડવાન્સ ઉછળીને રૂ.૨૭૦
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોની આક્રમક લેવાલી રહી હતી. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૭૫.૩૯ પોઈન્ટની છલાંગે ૨૬૧૫૬.૧૮ બંધ રહ્યો હતો. સન ફાર્મા એડવાન્સ રૂ.૨૪.૮૫ ઉછળીને રૂ.૨૭૦.૩૦, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ ૩૦,જૂન ૨૦૨૧ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકમાં રૂ.૧૪૪૧.૧૦ કરોડનો ચોખ્ખો નફો (ગત વર્ષના સમાનગાળામાં રૂ.૧૬૫૫.૬૦ કરોડની ચોખ્ખી ખોટ) કરતાં શેરમાં જંગી લેવાલીએ રૂ.૭૦.૩૦ વધીને રૂ.૭૭૪, મેક્સ હેલ્થકેર રૂ.૨૦.૩૫ વધીને રૂ.૨૯૬.૬૫, લૌરસ લેબ રૂ.૩૬ વધીને રૂ.૬૪૦.૬૫, અબોટ ઈન્ડિયા રૂ.૭૯૯.૫૫ ઉછળીને રૂ.૧૮૯૮૯.૯૫, સિપ્લા રૂ.૩૮ વધીને રૂ.૯૨૦.૩૦, હેલ્થકેર ગ્લોબલ રૂ.૯.૬૫ વધીને રૂ.૨૫૩.૭૦, અલકેમ લેબ રૂ.૧૨૮.૫૫ વધીને રૂ.૩૪૬૦, સનોફી ઈન્ડિયા રૂ.૨૫૯.૬૫ વધીને રૂ.૮૩૫૦, એફડીસી રૂ.૧૧.૪૦ વધીને રૂ.૩૭૨.૩૦, ગ્લેનમાર્ક ફાર્મા રૂ.૧૬ વધીને રૂ.૬૦૭.૬૦, કેડિલા હેલ્થકેર રૂ.૧૪.૦૫ વધીને રૂ.૫૮૫.૯૫, નોવાર્ટિસ ઈન્ડિયા રૂ.૨૧.૧૦ વધીને રૂ.૯૬૦.૧૫, ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા રૂ.૭.૯૦ વધીને રૂ.૩૭૯.૩૫, લુપીન રૂ.૨૧.૫૦ વધીને રૂ.૧૧૦૭.૧૫, સિન્જેન ઈન્ટરનેશનલ રૂ.૧૨.૨૫ વધીને રૂ.૬૩૭.૭૫, લિન્કન ફાર્મા રૂ.૫.૨૦ વધીને રૂ.૩૪૮.૮૫, એલેમ્બિક ફાર્મા રૂ.૯.૧૫ વધીને રૂ.૭૮૭.૬૫, ટોરન્ટ ફાર્મા રૂ.૧૭.૦૫ વધીને રૂ.૧૬૪૪.૫૦ રહ્યા હતા.
ચોમાસાની સારી પ્રગતિએ ઓટો શેરોમાં તેજી : અશોક લેલેન્ડ રૂ.૮ વધીને રૂ.૧૩૩ : એસ્કોર્ટસ, ટીવીએસ, બજાજ ઓટો વધ્યા
પેટ્રોલ, ડિઝલના સતત ઊંચા પ્રવર્તિ રહેલા ભાવ અને ક્રુડ ઓઈલના વધતાં જતાં ભાવના નેગેટીવ પરિબળો સામે ચોમાસાની સારી પ્રગતિ અને ઓટો કંપનીઓ દ્વારા નવા વાહનો રજૂ કરીને વેચાણ વધારવાના સફળ પ્રયાસોએ આજે ફંડોની ઓટો શેરોમાં પસંદગીની લેવાલી રહી હતી. અશોક લેલેન્ડ રૂ.૭.૫૫ ઉછળીને રૂ.૧૩૨.૮૦, એસ્કોર્ટસ રૂ.૪૭.૧૫ વધીને રૂ.૧૧૮૪.૪૦, ટીવીએસ મોટર કંપનીના ત્રિમાસિક પરિણામોની પોઝિટીવ અસરે રૂ.૧૭.૭૦ વધીને રૂ.૫૭૯.૨૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૪.૮૫ વધીને રૂ.૨૩૭૨.૯૦, બજાજ ઓટો રૂ.૮૨.૨૦ વધીને રૂ.૩૮૪૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૧.૫૦ વધીને રૂ.૭૪૩.૨૦, એમઆરએફ રૂ.૧૦૮૯.૨૦ વધીને રૂ.૮૦૭૫૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૧૦.૭૦ વધીને રૂ.૮૫૨.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૧૭.૪૦ વધીને રૂ.૨૭૬૪.૧૦ રહ્યા હતા.
મેટલ-માઈનીંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ : હિન્દાલ્કો, એપીએલ અપોલો, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ ઘટયા : વેદાન્તા વધ્યો
મેટલ-માઈનીંગ શેરોમાં ગઈકાલે ફંડોએ ભારતની ચાલુ વર્ષે સ્ટીલની માંગ ૧૭ ટકા વધીને ૧૧ કરોડ ટન થવાના અંદાજોના અહેવાલ અને ચાઈના દ્વારા સ્ટીલની નિકાસ પર ૧૦ થી ૨૫ ટકા ડયુટી લાદવામાં આવશે એવા અહેવાલોએ આક્રમક તેજી કર્યા બાદ આજે ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. હિન્દાલ્કો રૂ.૧૩.૮૦ ઘટીને રૂ.૪૪૪.૪૫, એપીએલ અપોલો રૂ.૪૪.૬૫ ઘટીને રૂ.૧૭૪૫.૮૫, ટાટા સ્ટીલ રૂ.૨૫.૨૫ ઘટીને રૂ.૧૪૩૩.૭૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૦.૯૦ ઘટીને રૂ.૭૩૭.૨૫, જિન્દાલ સ્ટીલ રૂ.૫.૬૦ ઘટીને રૂ.૪૩૨.૧૦, એનએમડીસી રૂ.૧.૭૦ ઘટીને રૂ.૧૮૧.૦૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨.૨૫ ઘટીને રૂ.૩૨૧ રહ્યા હતા. જ્યારે વેદાન્તા રૂ.૧૩.૦૫ વધીને રૂ.૩૦૧.૬૫ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી : ક્રોમ્પ્ટન રૂ.૧૬ વધીને રૂ.૪૮૭ : વોલ્ટાસ રૂ.૨૮ વધીને રૂ.૧૦૬૦ : વ્હર્લપુલ વધ્યો
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની લેવાલી રહી હતી. ક્રોમ્પ્ટન રૂ.૧૫.૮૫ વધીને રૂ.૪૮૭.૦૫, વોલ્ટાસ રૂ.૨૮.૩૫ વધીને રૂ.૧૦૫૯.૩૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૫૮.૧૫ વધીને રૂ.૨૧૯૮.૯૫, રાજેશ એક્ષપોર્ટસ રૂ.૨.૯૦ વધીને રૂ.૬૧૯.૮૦ રહ્યા હતા.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ : સ્ટેટ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક ઘટયા : ફેડરલ બેંક, એયુ સ્મોલ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. અલબત પસંદગીના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૦.૦૫ ઘટીને રૂ.૪૩૧.૭૦, એક્સિસ બેંક રૂ.૮.૨૦ ઘટીને રૂ.૭૦૯, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૦.૯૫ ઘટીને રૂ.૯૮૧, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪.૭૦ ઘટીને રૂ.૬૮૨.૭૦ રહ્યા હતા. ફેડરલ બેંક રૂ.૧.૫૫ વધીને રૂ.૮૭.૪૦, એયુ સ્મોલ ફાઈનાન્સ રૂ.૧૬.૪૦ વધીને રૂ.૧૨૧૦.૨૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૩.૪૫ વધીને રૂ.૧૬૫૪.૯૫, એચડીએફસી બેંક રૂ.૮.૩૦ વધીને રૂ.૧૪૨૫.૮૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સાર્વત્રિક તેજી : ૧૭૮૨ શેરો પોઝિટીવ બંધ : ૪૫૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ
સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ વ્યાપક ખરીદી કરતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં ટ્રેડીંગ થયેલી કુલ ૩૩૬૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૮૨ અને ઘટનારની સંખ્યા ૧૪૪૯ રહી હતી. ૪૫૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ સામે ૧૮૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lstQif
via IFTTT
Comments
Post a Comment