- ભાવનગરના 13 વોર્ડમાં ફરી મનપાની પ્લાસ્ટીક ડ્રાઈવ
- પ્રતિબંધીત સિંગ્લ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા વેપારીઓ પાસેથી રૂ. ર૯,રપ૦નો દંડ વસુલાયો : પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો
ભાવનગર : કોરોનાની બીજી લહેરના પગલે ભાવનગર મહાપાલિકા દ્વારા ઘણો સમય પ્લાસ્ટીક ડ્રાઈવ બંધ કરી દેવામાં આવી હતી પરંતુ એક માસથી ફરી મહાપાલિકાએ તબક્કાવાર પ્રતિબંધીત પ્લાસ્ટીકની ડ્રાઈવ હાથ ધરી છે. આજે શનિવારે મનપાએ પ્રતિબંધીત પ્લાસ્ટીક ડ્રાઈવ હાથ ધરી હતી અને પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યા હતાં. પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
ભાવનગર મહાપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા આજે શનિવારે ફરી પ્લાસ્ટીક ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા પપ વેપારી સહિતના આસામીઓ ઝપટે ચડયા હતા અને આસામીઓને રૂ. ર૯,રપ૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ૧૦.ર૦ કિલો ગ્રામ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. મહાપાલિકાની ટીમે પ્લાસ્ટીક ડ્રાઈવ શરૂ કરતા પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા વેપારી સહિતના લોકોમાં ફફડાટ સાથે કચવાટ ફેલાયો છે. આગામી દિવસોમાં પણ ભાવનગર મહાપાલિકા દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક ડ્રાઈવ હાથ ધરવામાં આવશે ત્યારે વેપારીઓએ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવો જોઈએ અથવા દંડ ભરવો પડશે તેમ જણાય રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે બજારમાં મંદી જોવા મળી રહી છે અને મોંઘવારી પણ વધી છે તેથી વેપારીઓના ધંધા પર અસર પડી છે ત્યારે મહાપાલિકાએ પ્લાસ્ટીક ડ્રાઈવ શરૂ કરી વેપારીઓને દંડ ફટકારતા વેપારીઓમાં રોષ ફેલાયો છે. કોરોના મહામારીમાં મનપાનો દંડ વેપારીઓને પડયા પર પાટુ સમાન હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા વારંવાર પ્લાસ્ટીક ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે અને પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા વેપારીઓને દંડ ફટકારવામાં આવે છે પરંતુ પ્રતિબંધીત પ્લાસ્ટીકનુ ઉત્પાદન કરતી ફેકટરીઓ સામે આંખ આડા કાન કરવામાં આવતુ હોવાનુ ચર્ચાય રહ્યુ છે. પ્રતિબંધીત પ્લાસ્ટીકનુ ઉત્પાદન કરતી ફેકટરીઓને સીલ મારવામાં આવે તો પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ થતો બંધ થશે તેમ જણાય રહ્યુ છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ihXZ1H
via IFTTT
Comments
Post a Comment