માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટની પ્રથમ બેચના સ્ટુડન્ટ્સે 50 વર્ષે મળીને ફ્રેન્ડશિપ ડે ઉજવ્યો

ગુજરાત આર્ટ્સ અને સાયન્સ કોલેજના માઇક્રોબાયોલાજી ડિપાર્ટમેન્ટના એલ્યુમિનાઇ એસોસિએશન દ્વારા 50 વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટની વર્ષ 1971-72ની પ્રથમ બેચના પૂર્વ સ્ટુડન્ટ અને પ્રોફેસર દ્વારા પોતાના સંસ્મરણો તાજા કરવામાં આવ્યા હતા સાથે પૂર્વ સ્ટુડન્ટ્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વિશે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર ચૈતન્ય ઝાએ કહ્યું કે, માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા અમે એલ્યુમિનાઇ એસોસિએશન દ્વારા અમારા ડિપાર્ટમેન્ટના પ્રથમ બેચના પૂર્વ સ્ટુડન્ટ અને પ્રોફેસરનું સન્માન કરીને કોલેજના દિવસોને જીવંત કરવાનું કામ કર્યું છે.

ફ્રેન્ડશીપ ડેની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમ કરવાથી દરેક પૂર્વ સ્ટુડન્ટ એકબીજાને મળીને આનંદની લાગણી અનુભવી હતી. સમારંભમાં મુખ્ય મહેમાનો તરીકે ગુજરાત યુનિવર્સિટીના માઇક્રોબાયોલાજી વિભાગના સ્થાપક ડૉ. એસ.જી.દેસાઇ તેમજ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડૉ.મીનુ સરાફે ઉપસ્થિત રહ્યા હતા. એલ્યુમિનાઇ એસોસિએશનના કમિટિ સભ્ય હિતેન્દ્રભાઇ પંડિતે મુખ્ય મહેમાન ડૉ.શિવ પેરૂમલને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું.

50 વર્ષ પછી ફ્રેન્ડસને મળવાનો અનેરો ઉત્સાહ હતો

હું માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટની બીજી બેચનો સ્ટુડન્ટ હતો. અમે કોલેજની લાઇફને વધુ યાદગાર બનાવવા અને પોતાના ફ્રેન્ડસને મળવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. છેલ્લાં ઘણાં સમયની મહેનત પછી અમે એકબીજાને મળ્યા છીએ. લગભગ 50 વર્ષ પછી પોતાના ફ્રેન્ડસને મળવાનો મને ઘણાં દિવસથી એક અનેરો ઉત્સાહ હતા અને તેને માટે હું ઘણો ખુશ પણ હતો. ફ્રેન્ડને મળવાથી ઘણી ખુશી થઇ હતી. - હિતેન્દ્રભાઇ પંડિત, કમિટી મેમ્બર, એલ્યુમિનાઇ અસોસિએશન 

કોલેજની ફ્રેન્ડશિપ જીવનના છેલ્લાં શ્વાસ સુધી ચાલશે

મારે મેડિકલમાં જઇને અભ્યાસ કરવાની ઇચ્છા હતી પણ તેમાં એડમિશન ન મળતા ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટની પ્રથમ બેચમાં એડમિશન લીધું હતું. આ કોલેજમાં અભ્યાસ કર્યો અને તેમાં 1978થી 2015 સુધી પ્રોફેસર તરીકે સેવા આપી હતી. માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના 50 વર્ષ થતા અમારા પ્રોફેસર અને પૂર્વ સ્ટુડન્ટ્સને મળવાથી ઘણો આનંદ થયો છે અને હવે નિયમિત મળી શકાય તે માટેનું આયોજન પણ કરતા રહીશું. - ઉદય ભટ્ટ, પ્રથમ બેચના સ્ટુડન્ટ અને પ્રોફેસર





from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3C1OGe8
via IFTTT

Comments