(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ : ભારતમાં સ્ટીલની માંગમાં ચાલુ વર્ષે મોટી વૃદ્વિની અપેક્ષા અને વૈશ્વિક મોરચે કોર્પોરેટ પરિણામોમાં વિશ્વની સૌથી મોટી મેટલ મેન્યુફેકચરર જાયન્ટ લક્ઝમબર્ગ સ્થિત આર્સેલર મિત્તલ દ્વારા જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકના પરિણામ પ્રોત્સાહક જાહેર કર્યા સાથે ઈબીટા ૫.૧ અબજ ડોલરનો જાહેર કરતાં અને આ સાથે કંપનીએ ૨.૨ અબજ ડોલરનો શેરોનો બાયબેક પ્રોગ્રામ જાહેર કરતાં આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં ફંડો, મહારથીઓએ મેટલ-માઈનીંગ શેરોમાં તેજીનું તોફાન મચાવ્યું હતું. મેટલ શેરોમાં તોફાને બીએસઈ મેટલ ઈન્ડેક્સે ૧૧૧૪ પોઈન્ટની છલાંગ લગાવી હતી. બીજી તરફ ચાઈનાએ તેના અર્થતંત્રને વેગ આપવા લીધેલા પગલાંએ વૈશ્વિક બજારોમાં આજે ચાઈના, હોંગકોંગના શેર બજારો ઘટાડો પચાવી ઝડપી વધી આવતાં અને યુરોપના દેશોમાં બજારોમાં પણ રિકવરી સાથે અમેરિકી શેર બજારોમાં ફયુચર્સમાં મજબૂતીની પોઝિટીવ અસરે ભારતીય શેર બજારોમાંઆઈટી-સોફટવેર સર્વિસિઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણે તેજીને વેગ મળ્યો હતો. વિશ્વમાં કોરોના સંક્રમણ યુ.કે., ઓસ્ટ્રેલિયામાં કેસો વધવા લાગ્યા છતાં આજે આ નેગેટિવ પરિબળને અવગણીને બજારમાં સુધારો જોવાયો હતો. ભારતમાં ચોમાસાની સારી પ્રગતિ અને કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામો પાછળ ફંડોએ આજે ઘટાડે પસંદગીના શેરોમાં લેવાલી કરી હતી. અલબત ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી વધી આવીને બ્રેન્ટ ક્રુડ ૭૫ ડોલરની સપાટી કુદાવી અને નાયમેક્ષ ક્રુડના બેરલ દીઠ ૭૨.૮૪ ડોલર નજીક રહ્યા હતા. મેટલ-માઈનીંગ શેરોમાં તોફાની તેજી સાથે બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી, ટેકનોલોજી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની તેજીએ અંતે ડેરિવેટીવ્ઝમાં જુલાઈ વલણના અંતે સેન્સેક્સ ૨૦૯.૩૬ પોઈન્ટ વધીને ૫૨૬૫૩.૦૭ અને નિફટી સ્પોટ ૬૯.૦૫પોઈન્ટ વધીને ૧૫૭૭૮.૪૫ બંધ રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર ૯ પૈસા ઘટીને રૂ.૭૪.૨૮ બંધ રહ્યો હતો.
સેન્સેક્સ મેટલ શેરોમાં તોફાની તેજીએ ૫૨૫૬૧ થી ઉછળીને ૫૨૭૭૭ સુધી જઈ અંતે ૨૦૯ પોઈન્ટ વધીને ૫૨૬૫૩
ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૫૨૪૪૩.૭૧ સામે ૫૨૬૯૩.૫૩ મથાળે ખુલીને આરંભમાં મજબૂતી બાદઓટો શેરો મારૂતી સુઝુકી, બજાજ ઓટો સહિતમાં પ્રોફિટ બુકિંગ સાથે ડો.રેડ્ડીઝ લેબોેરેટરીઝમાં સતત વેચવાલી અને આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, પાવર ગ્રીડ કોર્પ, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી લિમિટેડ, ભારતી એરટેલ સહિતમાં ઓફલોડિંગે એક સમયે ઘટીને નીચામાં ૫૨૫૬૧.૩૯ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને ટાટા સ્ટીલમાં ફંડોની આક્રમક લેવાલી અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં બજાજ ફિનસર્વ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક સહિતમાં તેજી થતાં અને આઈટી શેરોમાં એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ સહિત વધી આવતાં અને સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાઈટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટમાં લેવાલીએ એક સમયે સેન્સેક્સ વધીને ૫૨૭૭૭.૧૮ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળે સાધારણ પ્રોફિટ બુકિંગે અંતે ૨૦૯.૩૬ પોઈન્ટ વધીને ૫૨૬૫૩.૦૭ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ નીચામાં ૧૫૭૩૭ થઈ વધીને ઉપરમાં ૧૫૮૧૭ સુધી જઈ અંતે ૬૯ પોઈન્ટ વધીને ૧૫૭૭૮
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૫૭૦૯.૪૦ સામે ૧૫૭૬૨.૭૦ મથાળે ખુલીને આરંભમાં મજબૂતી બાદ ફંડોની ઓટો શેરો મારૂતી સુઝુકી, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ સહિતમાં વેચવાલી અને આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા સહિતના એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે પાવર ગ્રીડ કોર્પ, કોલ ઈન્ડિયા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, અદાણી પોર્ટસ, એક્સિસ બેંક, બીપીસીએલ, સિપ્લા, કોટક મહિન્દ્રા બેંક સહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૫૭૩૭.૮૦ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની તોફાની તેજીએ હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ સહિત ઉછળી આવતાં અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, સન ફાર્મા, ટાઈટન કંપની સાથે આઈટી શેરોમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસમાં લેવાલી અને સિમેન્ટ શેરોમાં શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ સહિતમાં તેજીએ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં લેવાલીએ વધીને ૧૫૮૧૭.૩૫ સુધી પહોંચી અંતે ૬૯.૦૫ પોઈન્ટ વધીને ૧૫૭૭૮.૪૫ બંધ રહ્યો હતો.
જુલાઈનો તેજીએ અંત : નિફટી ફયુચર ૧૫૭૦૯ થી વધીને ૧૫૭૮૦ સેટલ : બેંક નિફટી ફયુચર વધીને ૩૪૬૯૫ સેટલ
ડેરિવેટીવ્ઝમાં જુલાઈ વલણનો આજે તેજીએ અંત આવ્યો હતો. નિફટી જુલાઈ ફયુચર ૧૫૭૦૯.૧૦ સામે ૧૫૭૪૧.૦૫ સામે ૧૫૮૧૨.૪૦ મથાળે ખુલીને નીચામાં ૧૫૭૩૦.૫૦ થઈ વધીને ૧૫૮૧૨.૪૦ સુધી પહોંચી અંતે ૧૫૭૮૦.૨૦ સેટલ થયો હતો. નિફટી ઓગસ્ટ ફયુચર ૧૫૭૪૩.૪૦ સામે ૧૫૭૮૦ મથાળે ખુલીને નીચામાં ૧૫૭૫૨.૪૫ થઈ વધીને ૧૫૮૩૧.૩૦ સુધી પહોંચી અંતે ૧૫૮૧૨ રહ્યો હતો. બેંક નિફટી જુલાઈ ફયુચર ૩૪૫૫૯.૩૦ સામે ૩૪૬૭૫.૨૫ મથાળે ખુલીને નીચામાં ૩૪૪૮૨.૯૦ થઈ વધીને ૩૪૭૭૭.૦૫ સુધી જઈ અંતે ૩૪૬૯૫.૭૫ સેટલ થયો હતો. બેંક નિફટી ઓગસ્ટ ફયુચર ૩૪૬૬૭.૨૫ સામે ૩૪૭૬૫.૮૦ મથાળે ખુલીને નીચામાં ૩૪૬૧૫.૭૫ થઈ વધીને ૩૪૮૮૭.૪૦ સુધી જઈ અંતે ૩૪૮૮૩.૮૦ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સની ૧૧૧૪ પોઈન્ટની છલાંગ : ટાટા સ્ટીલ રૂ.૯૪ ઉછળીને રૂ.૧૪૫૯ : હિન્દાલ્કો રૂ.૪૨ વધીને રૂ.૪૫૮
ભારતમાં ચાલુ વર્ષે સ્ટીલનો વપરાશ રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાના અને સ્ટીલ માટેની માંગ ૧૭ ટકા વધીને ૧૧ કરોડ ટન થવાનો અંદાજ જેએસડબલ્યુ સ્ટીલના જોઈન્ટ મેનેજિંગ ડિરેકટટર સેશાગીરી રાવે આપતાં અને વિશ્વની સૌથી મોટી સ્ટીલ મેન્યુફેકચરર આર્સેલર મિત્તલે ત્રિમાસિક પ્રોત્સાહક પરિણામ જાહેર કરવા સાથે ૨.૨ અબજ ડોલરનું શેરોનું બાયેબક કરવાનું જાહેર કરતાં મેટલ શેરોમાં ફંડોએ તોફાની તેજી કરી હતી. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૧૧૩.૬૫ પોઈન્ટની છલાંગે ૨૧૨૨૩.૭૨ બંધ રહ્યો હતો. હિન્દાલ્કો રૂ.૪૨.૨૦ ઉછળીને રૂ.૪૫૮.૨૫, નાલ્કો રૂ.૭.૪૫ વધીને રૂ.૯૨.૯૫, વેદાન્તા રૂ.૧૮.૫૫ વધીને રૂ.૨૮૮.૬૦, ટાટા સ્ટીલ રૂ.૯૩.૮૫ વધીને રૂ.૧૪૫૯, સેઈલ રૂ.૮ વધીને રૂ.૧૪૨, એનએમડીસી રૂ.૮.૬૦ વધીને રૂ.૧૮૨.૭૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૮ વધીને રૂ.૪૩૭.૭૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૬.૬૦ વધીને રૂ.૭૪૮.૧૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૫.૮૦ વધીને રૂ.૩૨૨ રહ્યા હતા.
કોફોર્જ રૂ.૪૩૨ ઉછળીને રૂ.૫૧૭૭ : એનઆઈઆઈટી, એલ એન્ડ ટી ઈન્ફોટેક, એલ એન્ડ ટી ટેકનોલોજી, સુબેક્ષ ઉછળ્યા
આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓના શેરોમાં ફંડોની આજે મોટાપાયે લેવાલી થતાં બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૪૮.૩૯ પોઈન્ટ વધીને ૩૦૮૩૫.૧૬ બંધ રહ્યો હતો. કોફોર્જ રૂ.૪૩૨.૦૫ ઉછળીને રૂ.૫૧૭૭.૩૫, એનઆઈઆઈટી રૂ.૨૨.૫૦ વધીને રૂ.૩૩૩.૫૦, એલ એન્ડ ટી ઈન્ફોટેક રૂ.૨૯૧.૬૫ વધીને રૂ.૪૬૪૦.૨૫, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૨૦૮.૫૫ વધીને રૂ.૩૬૮૯, સુબેક્ષ રૂ.૩.૨૫ વધીને રૂ.૬૩.૪૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૪.૮૦ વધીને રૂ.૧૦૧.૫૫, ડી-લિન્ક ઈન્ડિયા રૂ.૭.૩૦ વધીને રૂ.૧૬૨.૯૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૬.૫૫ વધીને રૂ.૪૨૨.૪૦, માઈન્ડટ્રીના નબળા પરિણામ છતાં શેર રૂ.૯૮.૫૦ વધીને રૂ.૨૮૦૫.૪૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૪.૯૫ વધીને રૂ.૧૦૦૭.૬૦, ટાટા એલેક્સી રૂ.૯૫.૭૫ વધીને રૂ.૪૨૭૬.૯૦, તાન્લા પ્લેટફોર્મ્સ રૂ.૧૧.૪૦ વધીને રૂ.૯૨૮.૫૦, માસ્ટેક રૂ.૩૦.૫૦ વધીને રૂ.૭૧૪૯.૯૦, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૨.૬૫, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૨૨.૫૦ વધીને રૂ.૩૧૧૯.૧૫, ઈન્ફોસીસ રૂ.૧૧.૫૫ વધીને રૂ.૧૬૧૬.૮૫ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ : કોલગેટ, હેરીટેજ ફૂડ, ટાટા કોફી, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર ઘટયા
એફએમસીજી શેરોમાં આજે ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. કોલગેટ પામોલીવ રૂ.૮૩.૧૦ ઘટીને રૂ.૧૭૦૯.૧૦, હેરીટેજ ફૂડ રૂ.૧૧.૯૦ ઘટીને રૂ.૪૯૮.૧૫, ટાટા કોફી રૂ.૩.૩૫ ઘટીને રૂ.૨૧૧.૪૦, આઈટીસી રૂ.૩.૧૫ ઘટીને રૂ.૨૦૬, ગોદરેજ કન્ઝયુમર રૂ.૧૪.૪૦ ઘટીને રૂ.૯૮૬.૬૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૨૭.૫૫ ઘટીને રૂ.૨૩૩૩.૮૫, ગોડફ્રે ફિલિપ રૂ.૯.૬૫ ઘટીને રૂ.૧૦૪૨.૨૦ રહ્યા હતા.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજી : સ્ટેટ બેંક રૂ.૧૬ વધીને રૂ.૪૪૨ જેએસડબલ્યુ હોલ્ડિંગ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો, મહારથીઓએ આજે પસંદગીની લેવાલી કરી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૬.૩૦ વધીને રૂ.૪૪૧.૭૫, ફેડરલ બેંક રૂ.૮૫.૮૫, સિટી યુનિયન બેંક રૂ.૧૫૦.૨૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨.૧૦ વધીને રૂ.૬૮૭.૪૦ રહ્યા હતા. આ સાથે જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૫૧૫.૭૫ વધીને રૂ.૫૧૮૮.૧૦, કર્ણાટક બેંક રૂ.૪.૯૫ વધીને રૂ.૬૨.૪૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૪૫ વધીને રૂ.૩૭.૯૫, આઈઆઈએફએલ સિક્યુરિટીઝ રૂ.૬.૪૫ વધીને રૂ.૧૧૧.૮૫, એડલવેઈઝ રૂ.૪.૦૫ વધીને રૂ.૯૨.૪૫, બજાજ ફિનસર્વ રૂ.૬૨૫.૨૦ વધીને રૂ.૧૪,૫૯૦.૪૫, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૬.૨૫ વધીને રૂ.૧૪૮.૭૦, આઈઆઈએફએલ રૂ.૧૨.૦૫ વધીને રૂ.૩૦૭.૨૦, બજાજ હોલ્ડિંગ રૂ.૧૦૩.૩૫ વધીને રૂ.૩૯૯૫.૭૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૨૫ વધીને રૂ.૫૨, બજાજ ફાઈનાન્સ રૂ.૧૩૫.૭૦ વધીને રૂ.૬૩૯૪.૩૦, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ રૂ.૬.૯૫ વધીને રૂ.૨૮૦.૮૫ રહ્યા હતા.
શિન્ડલર, મેનન પિસ્ટન, સ્વાન એનજીૅ, સિમેક, શોપર્સ સ્ટોપ, કારડા કન્સ્ટ્રકશન, જીએમડીસી, પેનેશિયા બાયોટેકમાં આકર્ષણ
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની આજે પસંદગીની લેવાલી જળવાઈ હતી. જીએમડીસી લિ. રૂ.૬.૩૦ ઉછળીને રૂ.૭૧.૦૫, મેનન પિસ્ટન રૂ.૫.૮૦ વધીને રૂ.૩૪.૮૦, સ્વાન એનજીૅૅ રૂ.૨૮.૮૫ વધીને રૂ.૧૭૫.૧૫, શિન્ડલર રૂ.૧૭.૩૫ વધીને રૂ.૧૪૨.૮૦, નાહર કેપિટલ રૂ.૩૩.૩૫ વધીને રૂ.૨૮૪.૦૫, કારડા કન્સ્ટ્રકશનમાં એક શેર દીઠ ચાર બોનસ ઈસ્યુ માટે૭,ઓગસ્ટના એજીએમમાં મંજૂરી લેવાના અને રૂ.૨ પેઈડ-અપ શેરનું રૂ.૧ પેઈડ-અપમાં વિભાજન માટે રેકોર્ડ તારીખ ૧૩,ઓગસ્ટ ૨૦૨૧ નક્કી થતાં શેરમાં સતત લેવાલીના આકર્ષણે રૂ.૧.૯૫ વધીને રૂ.૧૯૪.૭૦, સિમેક લિમિટેડ રૂ.૫૮.૩૦ ઉછળીને રૂ.૫૭૮.૬૫, શોપર્સ સ્ટોપ રૂ.૨૪.૮૫ વધીને રૂ.૨૬૬.૯૫, ઉદ્દેપુર સિમેન્ટ વર્કસ રૂ.૩.૫૦ વધીને રૂ.૪૦.૨૦, પેનેશિયા બાયોટેક રૂ.૨૮.૮૫ વધીને રૂ.૩૨૮.૪૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજી : ૧૯૦૭ શેરો પોઝિટીવ બંધ : ૪૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ
સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ વ્યાપક ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં ટ્રેડીંગ થયેલી કુલ ૩૩૩૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૦૭ અને ઘટનારની સંખ્યા ૧૨૯૫ રહી હતી. ૪૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ સામે ૨૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
DIIની કેશમાં રૂ.૨૦૪૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની કેશમાં રૂ.૮૬૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૮૬૬.૨૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૮૩૭૩.૭૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૨૩૯.૯૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ. ૨૦૪૬.૯૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૧૮૧.૫૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૧૩૪.૬૨ કરોડની વેચવાલી થઈ હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3laeQ8v
via IFTTT
Comments
Post a Comment