વડોદરાઃ માસ પ્રમોશનની ફોર્મ્યુલા પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધો.૧૨નુ સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર કર્યુ છે અને તમામ નિયમિત વિદ્યાર્થીઓ પાસ થયા છે.જેના પગલે વડોદરા શહેર જિલ્લાનુ પરિણામ પણ ૧૦૦ ટકા આવ્યુ છે.
વડોદરા શહેર જિલ્લામાંથી ૧૬૨૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા પણ કોરોનાના કારણે પરીક્ષા લેવાનુ રદ કરાયા બાદ અપાયેલા માસ પ્રમોશનના કારણે આ તમામ નિયમિત વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પરીક્ષા લેવાયા બાદ પરિણામ જાહેર કરાયુ હતુ ત્યારે વડોદરાનુ પરિણામ ૭૧.૦૩ ટકા જાહેર થયુ હતુ.ગયા વર્ષે ૧૯૯૪૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી ૧૦૧૭૨ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.જ્યારે આ વર્ષે માસ પ્રમોશનના કારણે ૧૦૦ ટકા પરિણામ આવ્યુ છે. આમ છતા આશ્ચર્યની વાત એ છે કે, એ-૧ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં બહુ ફરક પડયો નથી.ગયા વર્ષે ૨૩ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવી હતી અને આ વર્ષે ૨૭ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવી છે.આમ માસ પ્રમોશન છતા વડોદરામાં એ-૧ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગયા વર્ષ કરતા માત્ર ચારનો વધારો થયો છે.જ્યારે એ-૨ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં તો ઉલટાનો આ વખતે ઘટાડો થયો છે.ગયા વર્ષે ૪૪૪ વિદ્યાર્થીઓએ અને આ વર્ષે ૩૯૫ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j5Qf1T
via IFTTT
Comments
Post a Comment