- 14 હજાર વિદ્યાર્થીઓનુ ભાવિ ખુલશે
- જનરલ સ્ટ્રીમનુ પરિણામ બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે
વલ્લભવિદ્યાનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉં.બુનિયાદી પ્રવાહના વર્ષ ૨૦૨૧ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને નિયમિત વિદ્યાર્થીઓનુ પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરી હતી. ત્યારે બોર્ડ દ્વારા આજરોજ ધોરણ ૧૨ જનરલ સ્ટ્રીમનુ પરિણામ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામા આવનાર હોઇ ૧૪ હજાર વિદ્યાર્થીઓનુ ભાવિ ખુલશે.
આણંદ જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહમાં ૧૪ હજાર નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાય હતા. જોકે બોર્ડ દ્વારા કોવિડ મહામારીને ધ્યાને લઇને પરીક્ષા રદ કરીને રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ ૩૧ જુલાઇના રોજ બોર્ડની વેબસાઇટ રીઝલ્ટ. જીએસઇબી.ઓઆરજી પર જાહેર કરવામા આવનાર હોઇ શાળા સંચાલકો તેઓની સ્કૂલનુ પરિણામ સ્કૂલના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લૉગઇન કરીને ડાઉનલોડ કરીને જોઇ શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેમના પરિણામની જાણ કરવાની રહેશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fdOXRj
via IFTTT
Comments
Post a Comment