રાજ્યો 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે: કેન્દ્ર

નવી દિલ્હી, 31 જુલાઇ 2021 શનિવાર

દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે ત્યાં કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 10 રાજ્યોમાં કોરોના સંક્રમણ દરમાં વધારો જોવા મળી રહ્યો છે અને અહીં નિયમોનું પાલન કરવાની સખત જરૂર છે.

કેન્દ્રએ કહ્યું કે 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધારે સંક્રમણ  છે. જ્યારે અન્ય 53 જિલ્લાઓમાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે, તેથી રાજ્યોએ ફરી એકવાર કોરોના ટેસ્ટિંગને ઝડપી બનાવવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોઈ પણ પ્રકારની ઢીલાશ આ જિલ્લાઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરશે.

આરોગ્ય મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં 10 ટકાથી વધુના સંક્રમણ દરની રિપોર્ટ કરનારા તમામ જિલ્લાઓમાં, લોકોની અવરજવરને રોકવા / ઘટાડવા, ભીડ અને લોકોને મળતા અટકાવવા માટે કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે. 

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત રાજ્યોમાં 80 ટકાથી વધુ એક્ટિવ કેસ હોમ આઇસોલેશનમાં નોંધાયા છે અને આ કેસોની કડક દેખરેખ રાખવાની જરૂર છે જેથી તેઓ અન્ય લોકોને મળે નહીં, અને ચેપ ફેલાય નહીં.

આરોગ્ય મંત્રાલયે રાજ્યોને જિલ્લાવાર કોરોનાનાં આંકડાઓ માટે પોતાનો સીરો સર્વે કરવા માટે પણ કહ્યું, કારણ કે રાષ્ટ્રીય સ્તરે આવા સર્વેક્ષણ થોડા મુશ્કેલ છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j7KPDF
via IFTTT

Comments