(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ : મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે સોયાબીનના વાયદા બજારમાં રેકોર્ડ તેજી આગળ વધતાં તથા ભાવ ફરી વધુ છ ટકા ઉછળતાં નવેસરથી તેજીની સર્કીટ અમલી બનતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. આજે સોયાબીનનો ઓગસ્ય વાયદો ઉછળી કિવ.ન ારૂ.૧૦૦૯૦ બોલાયો હતો જ્યારે સપ્ટેમ્બર વાયદો ઉછળી રૂ.૯૩૬૫ બોલાયો હતો.
ઓગસ્ટની સામે સપ્ટેમ્બર વાયદાના ભાવ નોંધપાત્ર નીચા રહ્યા હતા. આ વિકમાં સોમવાર, મંગળવારે તથા તેજીની સર્કીટ અમલી બન્યા પછી બુધવારે એક દિવસ માટે મંદીની સર્કીટ લાગી હતી અને ત્યારબાદ ભાવ ફરી ઉછળતાં ગુરુવારે તેમજ શુક્રવારે ફરી છ- છ ટકાની તેજીની સર્કીટ લાગી હતી.
આવિકમાં વાયદાના ભાવ આશરે બે હજાર રૂપિયા ઉછળી રૂ.૧૦ હજારની રેકોર્ડ સપાટીને પાર કરી ગયા હતા. પાક તથા વાવેતરના નિર્દેશો વસવસો બતાવી રહ્યા હતા તથા હાજરમાં ફરતા માલની અછત વર્તાઈ રહી હતી તેવા સંજોગોમાં વાયદા બજારમાં તેજીવાળાની પક્કડ વધ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
વિશ્વબજારમાં આજે મલેશિયા ખાતે પામતેલના વાયદાના ભાવ ઘટી વિવિધ ડિલીવરીમાં ૧૪, ૩૮, ૫૬ તથા ૬૩ પોઈન્ટ માઈનસમાં રહ્યા હતા જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ આજે ૫થી ૧૦ ડોલર તૂટયા હતા. મલેશિયાથી પામતેલની કુલ નિકાસ જુલાઈમાં આશરે ૭થી ૮ ટકા ઘટી હોવાનો અંદાજ વિશ્વબજારના જાણકારો આજે બતાવી રહ્યા હતા. ચીનમાં આજે પામતેલના ભાવ વધ્યા હતા જ્યારે સોયાતેલના ભાવ ઘટયા હતા.
સોયાબીનના ભાવ ઉછળતાં આજે મુંબઈ ખોળ બજારમાં સોયાખોળના ભાવ ટનના વધુ રૂ.૨૦૦૦થી ૨૧૦૦ ઉછળી રૂ.૯૫ હજારની સપાટી વટાવી રૂ.૯૫૪૦૦થી ૯૫૫૦૦ બોલાતા થયા હતા. અન્ય ખોળો પણ ઉંચકાયા હતા. સિંગખોળના ભાવ આજે ટનના રૂ.૧૦૦૦ વધી રૂ.૬૦ હજાર બોલાયા હતા જ્યારે સનફલાવર ખોળના ભાવ રૂ.૫૦૦ વધી રૂ.૩૯૦૦૦ રહ્યા હતા. એરંડા ખોળના ભાવ રૂ.૧૦૦ વધી ટનના રૂ.૬૬૫૦ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે સોયાતેલના ભાવ ડિગમના વધી રૂ.૧૩૮૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૦૦ રહ્યા હતા.
આયાતી પામતેલના ભાવ રૂ.૧૨૭૫થી ૧૨૭૮ રહ્યા હતા. પામતેલનો આજે હવાલા- રિસેલમાં રૂ.૧૨૭૫થી ૧૨૭૮માં આશરે ૧૫૦ ટનના વેપાર થયા હતા જ્યારે રિફાઈનરીના ડાયરેક્ટ ડિલીવરીના વેપારો ઓગસ્ટ માટે રૂ.૧૧૮૫માં આશરે ૧૦૦થી ૧૫૦ ટનના થયા હતા. વાયદા બજારમાં આજે સાંજે જોકે સોયાતેલનો વાયદો રૂ.૬થી ૭ નરમ રહ્યો હતો જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓનો વાયદો રૂ.૧૬થી ૧૭ ઘટયો હતો.
મુંબઈ હાજર બજારમાં આજે કપાસીયા તેલના ભાવ વધી રૂ.૧૫૦૫ રહ્યા હતા. જ્યારે સિંગતેલ શાંત હતું. મસ્ટર્ડના ભાવ વધી ૧૫૩૦ તથા રિફાઈન્ડના રૂ.૧૫૬૦ રહ્યા હતા. દિવેલ હાજર તથા હાજર એરંડા શાંત હતા. કોટન વોશ્ડના ભાવ મથકોએ આજે ઉછળી ૧૪૫૦થી ૧૪૫૫ રહ્યા હતા. એરંડા વાયદા બજારમાં આજે ઓગસ્ટના ભાવ સાંજે રૂ.૧૪ ઘટી રૂ.૫૬૨૦ રહ્યા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l9rG6S
via IFTTT
Comments
Post a Comment