વડોદરાઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.૧૦ના વિદ્યાર્થીઓનુ આજે રાત્રે આઠ વાગ્યે પરિણામ જાહેર કરી દીધુ હતુ.પરિણામ જાહેર કરવા માટે શિક્ષણબોર્ડે પસંદ કરેલા સમયના કારણે પણ આશ્ચર્ય સર્જાયુ હતુ.
આ વખતે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આ વખતે સીધુ પરિણામ આપવામાં નથી આવ્યુ. સ્કૂલોએ પોતાનો રજિસ્ટ્રેશન અને ઈન્ડેક્સ નંબર નાંખીને પરિણામ જોવાનુ અને ડાઉનલોડ કરવાનુ રહેશે અને એ પછી સ્કૂલોેએ માર્કશીટની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે.
બોર્ડેે જે પરિણામ જાહેર કર્યુ છે તેમાં વડોદરા શહેરના ૪૨૮૫૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.બોર્ડે અપનાવેલી માસ પ્રમોશનની ફોર્મ્યુલાના કારણે તમામ વિદ્યાર્થીઓને પાસ કરાયા છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને આ વખતે માર્કસ પણ વધારે મળ્યા છે. આ વખતે વડોદરામાં ૭૦૩ વિદ્યાર્થીઓને એ-૧ ગ્રેડ (૯૧ થી ૧૦૦ ટકા માર્કસ) મળી છે.જ્યારે ગત વર્ષે માત્ર ૮૩ વિદ્યાર્થીઓેને એ ગ્રેડ મળી હતી.
એ-૨ ગ્રેડ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે.ગયા વર્ષે ૧૪૪૪ વિદ્યાર્થીઓને એ-૨(૮૧ થી ૯૦ ટકા માર્કસ) ગ્રેડ મળી હતી.આ વખતે ૩૧૩૩ વિદ્યાર્થીઓને એ-૨ગ્રેડ મળી છે.બી-૧ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.ગયા વર્ષે ૩૨૧૩ અને આ વર્ષે ૫૬૮૧ વિદ્યાર્થીઓને બી-૧ ગ્રેડ મળી છે.
આમ બોર્ડે પરિણામ તૈયાર કરવા માટે જે ફોર્મ્યુલા અપનાવી હતી તેના કારણે વિદ્યાર્થીઓને માર્કસની લ્હાણી થશે તેવી શક્યતાઓ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારો વ્યક્ત કરી રહ્યા હતા.જે સાચી પડી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jrFfh5
via IFTTT
Comments
Post a Comment