- રેશમ, વેલવેટ અને વિસકોસના કાપડમાંથી તૈયાર કરાયેલા એક વાઘાની કિંમત રૂ.1.50 લાખ થી વધુ
સુરત : કોરોનાને કારણે આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ હાલ નિર્ણય લેવાયો નથી .જોકે સુરત ઈસ્કોન મંદિરે ભગવાન જગન્નાથના ખાસ પ્રકારના વાઘા વૃંદાવન થી આવી ગયા છે. જે વાઘા હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પણ પ્રતીક છે. મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરેલા આ વાઘાની કિંમત 3.5 લાખથી વધુ છે.
સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે શહેરની પાંચ મુખ્ય રથયાત્રાઓ અલગ-અલગ સ્થળોએથી યોજવામાં આવે છે. જેમાં પાંચ પૈકીની મુખ્ય અને સૌથી મોટી રથયાત્રા ઈસ્કોન મંદિરની હોય છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથની આ યાત્રામાં જોડાઈ છે. જો કે કોરોનાકાળમાં ગત વર્ષે આ યાત્રા સાદગીપૂર્ણ રીતે કઢાઈ હતી. આ વર્ષે કરી નિર્ણય લેવાયો નથી. જોકે આ વચ્ચે રથયાત્રાના આકર્ષણ સમા ભગવાનના વાઘા વૃંદાવનથી સુરત આવી ચુક્યા છે. જેને વૃંદાવનના હિંદુ-મુસ્લિમ કાર્યકરોને ભેગા થઈને તૈયાર કર્યા છે. છેલ્લા 25 વર્ષથી પેઢી દર પેઢી કારીગરો આ વાઘા તૈયાર કરે છે. એટલું જ નહીં તેમના તૈયાર કરાયેલા વાઘાને લઈને અન્ય દેશોથી પણ તેમને વાઘાના ઓર્ડર આવે છે .
ઈસ્કોન પ્રમુખ વૃંદાવન પ્રભુજીએ કહ્યું કે, અઢી મહિનામાં 4 કારીગરોએ વાઘા પર ઝીણવટભર્યું હેન્ડ વર્ક કરી તૈયાર કર્યા છે. સાથે જ જરદોશી વર્ક, ચાંદીના વરખ અને વિવિધ સ્ટોન લગાવીને વાઘાને આકર્ષક ઓપ અપાયો છે. રેસમ, વેલ્વેટ અને વિસકોસના કાપડથી તૈયાર કરાયેલા એક વાઘાની કિંમત દોઢ લાખથી પણ વધુ છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hqj7B9
via IFTTT
Comments
Post a Comment