સિક્યુરિટીઝ માર્કેટમાં એક્રેડિટેડ રોકાણકારો માટે ફ્રેમવર્કને મંજૂરી

(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) દ્વારા આજે યોજાયેલી બોર્ડ મીટિંગમાં સંખ્યાબંધ મહત્વના નિર્ણયો લેવાયા હતા. સેબીએ ભારતીય સિક્યુરિટીઝ માર્કેટમાં એક્રેડિટેડ રોકાણકારો માટે નવા ફ્રેમવર્કને મંજૂરી આપી છે. આ સાથે સ્વતંત્ર ડિરેકટરો સંબંધિત સુધારાઓને પણ મંજૂર કર્યા છે.

સેબીએ તમામ લિસ્ટેડ કંપનીઓ માટે ખાસ ઠરાવ-સ્પેશ્યલ રિઝોલ્યુશન થકી સ્વતંત્ર ડિરેકટરોની નિમણૂંક/ફરી નિમણૂંક અથવા તેમને દૂર કરવા માટે મંજૂરી આપી છે. જેથી નવા નિયમો મુજબ ખાસ ઠરાવ થકી શેર ધારકોની મંજૂરીથી કંપનીઓ આ કામગીરી કરી શકશે. 

આ સાથે સેબીએ ભારતીય સિક્યુરિટીઝ માર્કેટમાં એક્રેડિટેડ રોકાણકારો માટે ફ્રેમવર્ક દાખલ કરવાની દરખાસ્તને પણ મંજૂર કરી છે. આ પ્રકારના રોકાણકારોને ક્લાસ ઓફ ઈન્વેસ્ટર્સ કે જેઓ ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટસ બાબતે સુમાહિતગાર હોવાનું અથવા સારી રીતે સલાહ આપવામાં આવી હોવા તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે એમના માટે સેબીએ બોર્ડ મીટિંગમાં આજે આ ફ્રેમવર્કના લાભો અને મુખ્ય બાબતો બતાવી હતી.

દેશ દેશ મુજબ એક્રેડિટેડ રોકાણકારોની વ્યાખ્યા અલગ અલગ છે. આ શ્રેણીના રોકાણકારો સામાન્ય રીતે હાઈ નેટવર્થ વ્યક્તિઓ અથવા એકમો હોય છે. નવા ફ્રેમવર્કમાં એક્રેડિટેડ રોકાણકારો માટે લાયકાતના માપંદડો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં સ્વતંત્ર વ્યક્તિઓ, એચયુએફ, ફેમિલી ટ્રસ્ટો, પ્રોપરાઈટરશીપ્સ, પાર્ટનરશીપ એકમો, ટ્રસ્ટો, કોર્પોરેટ બોડીઝ હોઈ શકે છે.

લાયકાત ધરાવતી ડિપોઝિટરીઓની સબસીડિયરીઓ અને ચોક્કસ સ્ટોક એક્સચેન્જો અને અન્ય ચોક્કસ ઈન્સ્ટીટયુશનો માન્યતા ધરાવતી એક્રેડિટેશન એજન્સીઓ હશે. આ એજન્સીઓને એક્રેડિટેશનનો દરજ્જો આપવામાં આવશે અને એ એક્રેડિટેડ રોકાણકારોને સર્ટિફિકેટ ઈસ્યુ કરી શકશે.

સૂચિત ફ્રેમવર્ક મુજબ એક્રેડિટેડ રોકાણકારોને અલ્ટરનેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ(એઆઈએફ) રેગ્યુલેશન્સ એન્ડ પોર્ટફોલિયો મેનેજર્સ(પીએમએસ) રેગ્યુલેશન્સમાં ન્યુનતમ માન્ય રકમથી ઓછી રકમના રોકાણ સાથે ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટસમાં સહભાગી થવાની અનુકૂળતા આપવામાં આવશે.

એક્રેડિટેડ રોકાણકારો માટે એઆઈએફમાં દરેક રોકાણકારનું ન્યુનતમ રોકાણ રૂ.૭૦ કરોડ હોય છે, જેમાં સ્કિમો રજૂ કરવા માટેની શરતો અને એઆઈએફની મુદત લંબાવવા, પોર્ટફોલિયો વૈવિધ્યિકરણ જેવી નિયામક જરૂરીયાતમાંથી રાહત મળી શકે છે.  એક્રેડિટેડ રોકાણકારોને રજીસ્ટર્ડ પીએમએસ પ્રોવાઈડર સાથે ન્યુનતમ રૂ.૧૦ કરોડના રોકાણમાં અનલિસ્ટેડ સિક્યુરિટીઝમાં રોકાણ સંબંધિત નિયામક જરૂરીયાતમાં રાહત મળી શકે છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AbBnqi
via IFTTT

Comments