મુંબઈ : ચીનમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ જુનમાં નબળી પડીને ચાર મહિનાની નીચી સપાટીએ રહી હતી. કાચા માલના ઊંચા ખર્ચની અસર, સેમીકન્ડકટર્સની વૈશ્વિક સ્તરે અછત તથા મુખ્ય નિકાસ પ્રાંત ગૌંગડોંગ ખાતે કોરોનાના કેસમાં ફરી વધારાને કારણે ઉત્પાદન પ્રવૃત્તિ પર અસર પડી છે.
ચીનનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) જે મેમાં ૫૧.૦૦ રહ્યો હતો જે જુનમાં ઘટીને ૫૦.૯૦ રહ્યો છે, એમ નેશનલ બ્યુરો ઓફ સ્ટેટેસ્ટિકસના આંકડામાં જણાવાયું હતું.
વિશ્વના બીજા મોટા અર્થતંત્ર ચીન કોરોના વાઈરસની અસરમાંથી મોટેભાગે રિકવર થઈ ગયું છે પરંતુ કાચા માલના ઊંચા ભાવથી લઈને વૈશ્વિક સ્તરે પૂરવઠા સાંકળમાં ખલેલો ચીનના ઉત્પાદન ક્ષેત્ર માટે પડકારરૂપ બની રહ્યા છે.
ચીનના મુખ્ય નિકાસ પ્રાંત ગૌંગડોંગ ખાતે કોરોનાના કેસોમાં ફરી વધારો થતાં નિકાસ ખોરવાઈ ગઈ છે. જુનમાં સતત બીજા મહિને નવા નિકાસ ઓર્ડરોમાં ઘટાડો નોંધાયો છે.
બીજી બાજુ ચીપની અછતને કારણે ઓટો ઉત્પાદન પર પડેલી અસરને પરિણામે જાપાન તથા દક્ષિણ કોરિઆમાં પણ ઉત્પાદન પ્રવૃત્તિમાં અનપેક્ષિત ઘટાડો જોવા મળ્યો હોવાનું અન્ય એક અહેવાલમાં જણાવાયું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Ai3qEw
via IFTTT
Comments
Post a Comment