નવી દિલ્હી, તા. ૨૯
લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. હવે તેમને સપ્ટેમ્બર મહિનાથી પગાર વધીને મળે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પરની રોક હટાવવા તૈયાર થઇ ગઇ છે. સરકાર પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા પરની રોક પણ હટાવવા તૈયાર થઇ ગઇ છે. નેશનલ કાઉન્સિલ(સ્ટાફ સાઇડ)એ પત્ર જારી કરી આ માહિતી આપી છે.
નેશનલ કાઉન્સિલ/જેસીએમના કર્મચારી પક્ષના સચિવ શિવ ગોપાલ મિશ્રે જણાવ્યું હતું કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ચુકવણાી સપ્ટેમ્બરમાં બે મહિનાના એરિયર્સની સાથે થશે. મિશ્રાએ જણાવ્યું હતું કે કેબિનેટ સચિવ ડીએ અને ડીઆરને જારી કરવા માટે તૈયાર થઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરી, ૨૦૨૦, જુલાઇ, ૨૦૨૦, જાન્યુઆરી, ૨૦૨૧નો ડીએંમાં વધારો બાકી છે. જ્યારે જુલાઇ, ૨૦૨૧માં વધુ એક ડીએનો વધારો ચૂકવવાનો થાય છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં ૧૭ ટકા ડીએ ચૂકવવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાથી કેન્દ્રીય કર્મચારીઆના ડીએમાં વધારો થવાની શક્યતા છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3drBGUt
via IFTTT
Comments
Post a Comment