વડોદરા: સરકાર દ્વારા ચાલતી નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીના વડોદરા રિજનના ૧૫૦ એજન્ટોએ ગુજરાતમાં સિનિ.સિટિઝનના મેડિક્લેમ પોલિસીમાં વળતર બંધ કરવાના નિયમ સામે વિરોધ નોંધાવી કંપનીના જનરલ મેનેજરને રજૂઆત કરી હતી.
ગુજરાતમાં ૪થી ૫ હજાર જ્યારે વડોદરામાં ૫૦૦થી વધુ એજન્ટ આ ઈન્સ્યોરન્સ કંપની હેઠળ કામ કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે સિનિ.સિટિઝનની મેડિક્લેમ પોલિસીના પ્રિમિયમ પર અમને કમિશન મળે છે જેની સામે અમે તેમને વિવિધ સેવાઓ આપી રહ્યા છે. અમને કંપની તરફથી પગાર મળતો નથી એટલે આ કમિશન જ અમારો પગાર છે જો એ જ બંધ થઈ જાય તો અમારા ઘર કેવી રીતે ચાલી શકે?
કંપનીને જ્યારે આ વિશે રજૂઆત કરી તો કહ્યું કે કોરોના કાળમાં કંપની ઘાટામાં ચાલી રહી છે તો તમને લોકોને કમિશન નહીં મળે પરંતુ આ નિયમ ફક્ત ગુજરાતમાં જ લાગુ કરવામાં આવ્યો છે જ્યારે બાકીના રાજ્યના એજન્ટોને કમિશન મળી રહ્યું છે. વડોદરા રિજનમાં ભરુચ, સુરત, વલસાડ અને વાપી સુધીના બેથી અઢી હજાર કામ કરી રહ્યા છે તેમાંથી આજે ૧૫૦ એજન્ટોએ વડોદરાની ઓફિસ ખાતે પોલિસીમાં વળતર બંધ કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો સાથે કોલકત્તા હેડ ઓફિસ ખાતે પણ પત્ર લખીને રજૂઆત કરી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35Z0TkX
via IFTTT
Comments
Post a Comment