અબોલ પશુ પક્ષીઓ માટે એનિમલ કેર,રેસ્ક્યુ સેન્ટર શરૂ કરાયું

- 10 દિવસમાં મોર ઢેલ ગાય,ઊંટ સહિત 100 થી વધુ પશુ પક્ષીઓને રેસ્કયુ કરી સારવાર અપાઈ રહી છે 

સુરત : ઘણીવાર સારવારના અભાવે પશુ-પક્ષીઓના મોત નીપજે છે. એવા સમયે સુરતની એક સંસ્થા દ્વારા એનિમલ કેર સેન્ટર અને રેસ્ક્યુ સેન્ટર શરૂ કરાયા છે. પાંચ જૂનથી શરૂ કરાયેલા આ સેન્ટરમાં 10 દિવસમાં 100 થી વધુ પશુ પક્ષીઓ રેસ્ક્યુ કરાયા છે. 

આજના માનવ સેવા કરનાર અનેક લોકો હોય છે પરંતુ અબોલા જીવની સેવા કરનારા લોકો જૂજ જોવા મળે છે. શહેરમાં અનેક સંસ્થાઓ પ્રાણીઓ માટે કામ કરી રહી છે. જેમાં નેચર કલબ સુરત દ્વારા વેસુના ઇકો ફાર્મમાં એનિમલ કેર અને રેસક્યુ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં શેલટર ની સાથે હોસ્પિટલ પણ કાર્યરત કરાઈ છે. 

છેલ્લા 10 દિવસમાં 100 થી વધુ પશુ-પક્ષીને અહીં લાવી સારવાર અપાઈ રહી છે.જેમાં ગાય,શ્વાન, બિલાડી, ઊંટ જેવા પ્રાણીઓ તેમજ પક્ષીઓની સારવાર કરી, સાજા થયા બાદ એને યોગ્ય રીતે કુદરતમાં મુક્ત કરવામાં આવશે. બાળકોને શૌર્ય, સાહસ અને કરુણાનું શિક્ષણ આપવાની વ્યવસ્થા માટે પેટિંગ ફાર્મ પણ શરૂ કરાયું છે. અહીં પાણીમાં કે કૂવામાં રેસ્ક્યૂ કરવા તથા સાપ,મગર,દીપડા જેવા પ્રાણીઓને પણ રેસ્ક્યુ કરવા 80 થી વધુ રેસ્ક્યુ ઈકવીપમેન્ટ રાખવામાં આવ્યા છે. 

નેચર કલબના સ્નેહલ પટેલે કહ્યું કે, કોરોનાકાળ દરમિયાન આશરે 10 જેટલા ઊંટ રેસ્ક્યુ કરાયા હતા એ સમયે પરિસ્થિતિ જોઈને સેન્ટર શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. શરૂ થયા દસ જ દિવસમાં અહીં 2 ગાય , 20-25 કુતરા, 3 ઊંટ તેમજ સાપ જેવા પ્રાણીઓ તેમજ કબૂતર, શિકરા, બગલા, મોર, ઢેલ,પોપટ વગેરે પક્ષીઓ પણ રેસ્ક્યુ કરાયા છે. 




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h5gpSp
via IFTTT

Comments