એસબીઆઇમાં મહિનામાં ચારથી વધુ વખત નાણાં ઉપાડશો તો ચાર્જ લાગશે


એક જુલાઇથી સર્વિસ ચાર્જમાં ફેરફાર

એટીએમમાંથી પણ ચારથી વધુ વખત નાણાં ઉપાડવા બદલ ચાર્જ લાગશે : વર્ષમાં ફક્ત 10 ચેકવાળી એક જ ચેકબુક ફ્રી

નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ(બીએસબીડી) ખાતું ધરાવતા ગ્રાહકો જો એક મહિનામાંથી ચારથી વધુ વખત નાણાં ઉપાડશે તો તેના પર ચાર્જ વસૂલ કરશે.

આ ઉપરાંત એક વર્ષમાં 10 ચેકવૈાળી એક જ ચેકબુક ફ્રી મળશે જ્યારે એકથી વધારે ચેક બુક માટે  ચાર્જ વસુલ કરવામાં આવશે. બીએસબીડી ખાતાઓના સર્વિસ ચાર્જમાં એક જુલાઇ, 2021થી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ એડિશનલ વેલ્યુ એડેડ સર્વિસીસ માટે 15 રૂપિયાથી 75 રૂપિયા વસૂલ કરવામાં આવશે. 

બીએસબીડી એકાઉન્ટ હોલ્ડરો માટે નોન ફાઇનાન્સિયલ અને ટ્રાન્સફર ટ્રાન્ઝેકશન  શાખાઓ, એટીએમ, સીડીએમ(કેશ ડિસ્પેન્ડિંગ મશીન)માં ફ્રી રહેશે. એસબીઆઇના જણાવ્યા અનુસાર ચારથી વધુ વખત નાણા ઉપાડવા બદલ 15 રૂપિયા(જીએસટી અલગ)નો ચાર્જ વસુલ કરવામાં આવશે. બ્રાન્ચ અને એટીએમમાંથી એક મહિનામાં ચારથી વધુ વખત નાણા ઉપાડવા બદલ  ચાર્જ વસૂલ કરવામાં આવશે.

વર્ષમાં 10 ચેકવાળી એક ચેકબુક ફ્રી રહેશે. ત્યાર પછી  10 ચેકવાળી બીજી ચેકબુક માટે 40 રૂપિયા (જીએસટી અલગ) ચાર્જ વસૂલ કરવામાં આવશે. જો કે સિનિયર સિટિઝનને વર્ષમાં 10 ચેકના મર્યાદિત ઉપયોગમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે સિનિયર સિટિઝન 10થી વધુ ચેક વાપરશે તો તેમની પાસેથી ચાર્જ વસુલ કરવામાં આવશે નહીં.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hhpWVu
via IFTTT

Comments