એફએટીએફની કાર્યવાહી છતા પાક. સુધરવા તૈયાર નથી
આતંકી હાફિઝ સઇદના પક્ષ મિલ્લી મુસ્લિમ લીગને ચૂંટણી લડવાની પણ છૂટ આપી હતી, અનેક સંગઠનો લાઇનમાં
ઇસ્લામાબાદ : પાકિસ્તાનને એફએટીએફ દ્વારા ફરી ગ્રે લિસ્ટમાં મુકવામાં આવ્યું છે. તેમ છતા પાકિસ્તાન સુધરવા નથી માગતું અને આતંકીઓને હવે સીધા રાજકરણમાં પ્રવેશ આપવાની રણનીતી બનાવી રહ્યું છે. એક અહેવાલ અનુસાર પાકિસ્તાન જે પણ મોટા આતંકી સંગઠનો છે તેને રાજકીય ઓળખ આપવા જઇ રહ્યું છે.
આમ કરીને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે આ આતંકી સંગઠનોને સારા દેખાડવાનો પ્રયાસ પણ કરશે. જેથી એફએટીએફની ગ્રે લિસ્ટમાંથી બચી શકાય. જ્યારે એફએટીએફએ માગણી કરી છે કે આવા આતંકી સંગઠનો અને આતંકીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધીત આતંકી સંગઠનો પર જો હવે પાકિસ્તાને કાર્યવાહી ન કરી તો તેની સામે એફએટીએફ વધુ આકરા પગલા લઇ શકે છે.
2017માં જ મુંબઇ હુમલાના આરોપી હાફિઝ સઇદે જમાત ઉદ દાવા સંગઠનના પેટા સંગઠનો બનાવીને તેને રાજકીય પક્ષ જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે પણ પાકિસ્તાન સરકાર દ્વારા કોઇ જ કાર્યવાહી નહોતી કરવામાં આવી. હાફિઝે મિલ્લી મુસ્લિમ લીગનુ ગઠન કર્યું હતું.
જોકે જનતાએ તેને બહુ મત નહોતા આપ્યા કે ન તો તેનો કોઇ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો હતો. આવા સંગઠનો આતંકી પ્રવૃત્તિ કે વિચારધારાનો ત્યાગ કર્યા વગર જ સીધા રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે જેની માઠી અસર પાક.ના રાજકરણ અને લોકતંત્ર પર જોવા મળી શકે છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3y1nUj5
via IFTTT
Comments
Post a Comment