ચાઈનીઝ એપ બેન થયા બાદ ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

- દોઢ વર્ષ થી વિદ્યાર્થીઓ ચીનથી પરત આવી ગયા છે : ચાઈના ની કોલેજો વી ચેટ વર્ક એપથી ભણાવે છે તે પણ બેન કરી દેવાયેલી છે. 

સુરત : ભારત સરકાર દ્વારા વી ચેટ, ડીંગ ટોક, વી ચેટ વર્ક જેવી એપ્લિકેશન બેન કરાતા ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.હાલમાં તેઓ વીપીએન થકી ભણી રહ્યા છે. જેમાં નેટવર્કની સમસ્યા આવી રહી છે. 

ચીનમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ ન થવાને કારણે ચિંતિત છે ત્યારે બીજી તરફ ભારત સરકાર દ્વારા વર્ષ 2020માં બંધ કરાયેલી ચાઈનીઝ એપ્લિકેશન ને કારણે અન્ય એપ્લિકેશનના સહારે ભણી રહ્યા છે. અગાઉ વી ચેટ વર્ક જેવી એપ્લિકેશન થકી આ વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા, તેના ડોક્યુમેન્ટ તેમજ લિંક મેળવતા હતા. જે બંધ થતા અનેક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. ભલે એપ્લિકેશન ગત વર્ષે બંધ થઇ ગઇ હતી પરંતુ તેની અસર આજે પણ વર્તાય રહી છે. વરાછામાં રહેતા અને ચીનની જિયાન્સ યુનિવર્સિટીમાં પાંચમા વર્ષમાં ભણતા દક્ષિલે કહ્યું કે , છેલ્લા 17 મહિનાથી કોરોનાને કારણે સુરતમાં જ છે. ઓનલાઇન ભણતરમાં મુશ્કેલી ત્યારે નડે છે જ્યારે ચીનની કોલેજ દ્વારા જે એપ્લિકેશનમાં ભણાવવામાં આવે છે તે એપ્લિકેશન સરકાર દ્વારા પ્રતિબંધિત કરાય છે. જેના કારણે અમે વીપીએન થી ભણી રહ્યા છે. અનેકવાર કનેક્ટિવિટી પ્રોબ્લેમ આવે છે. ઘણીવાર અમારી હાજરી પણ પુરાતી નથી. અને પ્રેક્ટિકલ પણ વિડીયો ફોમમાં કરાવાય છે. જેથી પોસ્ટ ગ્રેજ્યુએશનના સમયે મુશ્કેલી ઉભી થવાની શકયતા છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hnFXsV
via IFTTT

Comments