મુંબઈ થી પગપાળા કર્ણાટક જવા નીકળેલો યુવાન ભૂલથી સુરત પહોંચી ગયો

- મુંબઈમાં ટેલરનું કામ કરતા શમીમ પાસે પૈસા ન હોવાથી પગપાળા ઘરે જવાનું નક્કી કર્યું પણ રસ્તાની જાણકારી ન હતી 

સુરત : મુંબઈ થી સુરત આવેલા મૂળ કર્ણાટકના યુવાનને સુરતના એક સામાજિક કાર્યકર દ્વારા પરિવાર સાથેમિલન કરાવાયું છે. કર્ણાટકમાં લોકડાઉન હોવાને કારણે પરિવાર તેને લેવા આવી શકે પરિસ્થિતિ ન હતા તેને યુવાન દ્વારા સુરત થી વતન લઈ જવાયો હતો. 

સુરતમાં તારીખ 24મીના રોજ એક ધાબા પાસે  પહેલી નજરે માનસિક રીતે અસ્થિર જણાતો યુવાન નજરે પડતા સુરતના સામાજિક કાર્યકર જીગર રાવલે જોડે વાતચીત કરતાં ગત વર્ષની લોકડાઉનની યાદો તાજી થઈ હતી. મૂળ કર્ણાટકનો યુવક શમીમ મુંબઈમાં ટેલરનું કામ કરતો હતો. પરંતુ લોકડાઉનની પરિસ્થિતિને કારણે તેની રોજીરોટી છીનવાઇ ગઇ હતી અને આશ્રયસ્થાન પણ ન હતું. ઘરે પરત જવા માટે પૈસા પણ ન હતા જેથી તેણે પગપાળા જ પોતાના વતન જવાનું નક્કી કર્યું હતું. 

પરંતુ રસ્તાની જાણકારી ન હોવાને કારણે તે વિરુદ્ધ દિશામાં સુરત આવ્યો હતો અને અહીં ભટકતું જીવન ગાળી રહ્યો હતો. જીગરભાઈ દ્વારા તેને પાંચ દિવસ શેલટર હોમમાં મૂકવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંથી તે બહાર નીકળી ગયા હતા અને ત્રણ ચાર દિવસ બાદ ફરીથી શોધખોળ બાદ મળી આવ્યા હતા. જોકે બાદમાં જીગરભાઈ એ તેમને પોતાની સાથે જ રાખ્યા હતા . 

સોશિયલ મીડિયા મારફત તેના પરિવારની શોધખોળ કરી હતી અને પરિવારનો પત્તો મળી ગયો હતો. પરિવારે કહ્યું કે, શમીમ આઠ મહિનાથી ગુમ હતો. 

જો કે લોકડાઉનને લીધે પરિવાર સુરત આવી શકે તેમ ન હતો. તમે એને અહીંથી લઈ વતન પહોંચાડી સાથે મિલન કરાવાતા તમામ ભાવવિભોર બની ગયા હતા. શમીમભાઈએ કહ્યું કે, અમારા માટે જીગરભાઈ એ જે કર્યું છે તે ઉમ્રભર યાદ રાખીશ. આજના જમાનામાં લોકો માત્ર પોતાનું જોઈ છે ત્યારે તેમણે બીજા માટે વિચાર્યું. હજાર કિલોમીટર દૂર હોવા છતાં તેઓ મને પોતે અહીં સુધી મુકવા આવ્યા છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jvqE4q
via IFTTT

Comments