નવી દિલ્હી, તા. ૨૮
દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારના ૨૮ મેના એ આદેશ પર સ્ટે મૂકવાન ો ઇનકાર કરી દીધો છે જેમાં ડિજિટલ ન્યૂઝ પોર્ટલને નવા આઇટી નિયમોનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું હતું. હાઇકોર્ટે જણાવ્યું હતું કે અરજર્ક્તાઓને આ વચગાળાની રાહત આપવા માટે તે સંમત નથી.
ન્યાયમૂર્તિ સી હરીશંકર અને ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદના નેતૃત્ત્વવાળી વેકેશન બેન્ચે જણાવ્યું હતું કે વર્તમાન નોટીસ નિયમોનું પાલન કરવા માટે છે અને અરજકર્તાઓ રોસ્ટર બેન્ચ પાસેથી નિયમો પર સ્ટે મૂકવવામાં સફળ રહ્યાં નથી.
ખંડપીઠે જણાવ્યું હતું કે અમે તમારી સાથે સંમત નથી. જો તમે ઇચ્છો તો અમે એક વિસ્તૃત આદેશ પસાર કરી શકીશું જો તમે ઇચ્છો તો અમે આને રોસ્ટર ખંડપીઠ સમક્ષ ફરીથી રજૂ કરીશું.
ફાઉન્ડેશન ફોર ઇન્ડેપેન્ડન્ટ જર્નાલિઝમ સહિતના અરજકર્તાઓએ કેન્દ્ર સરકારના ૨૮ મેના આદેશની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. અરજકર્તાઓ વતી હાજર રહેલા વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે વેકેશન પૂર્ણ થતાં આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવે.
આ કેસની વધુ સુનાવણી સાત જુલાઇના રોજ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઇન્ફરમેશન ટેકનોલોજી(ઇન્ટેમિડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૃલ્સ, ૨૦૨૧ અનુસાર સોશિયલ મીડિયા અને સ્ટ્રિમિંગ કંપનીઓને ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક સહિતના નિયમોનું પાલન કરવું પડશે.
આ અગાઉ દિલ્હી હાઇકોર્ટે અરજકર્તાઓ દાખલ કરેલી અરજીના સંદર્ભમાં કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી તેની પાસેથી જવાબ માગ્યો હતો.
અરજકર્તાઓએ ઇન્ફરમેશન ટેકનોલોજી એક્ટ, ૨૦૦૦ની જોગવાઇઓ હેઠળ નવા આઇટી નિયમોની બંધારણીય માન્યતાને પડકારી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3y3RcOc
via IFTTT
Comments
Post a Comment