કોલકત્તાના દક્ષિણેશ્વર કાલીમાતા મંદિરની પ્રતિકૃતિ સમાન મૂર્તિની સ્થાપના

- રાજસ્થાનના મકરાણા ની ખાણ માંથી માર્બલ મળ્યા બાદ જયપુરના 60 વર્ષીય મૂર્તિકારે મૂર્તિ બનાવી 

સુરત : કલકત્તાના દક્ષિણેશ્વર કાલીમાતા મંદિરની પ્રતિકૃતિ સમાન મૂર્તિની સ્થાપના પીપલોદ વિસ્તારમાં કરવામાં આવી છે . એક જ પીસમાં કાળો અને સફેદ માર્બલ મળ્યા બાદ અંદાજે 8 થી 9 ફુટ ની અને 600 કિ.ગ્રા. થી વધારે વજનની મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. 

સુરત ડુમસ રોડ પર સાંઈ બાબાની સમાધિની ગલીમાં સુરત બંગાળી જવેલરી સમાજ દ્વારા ભૂમિપૂજન વર્ષ ૨૦૧૩માં કરી દેવાયું હતું. પરંતુ મૂર્તિ માટે જરૂરી પથ્થર કે જે ખાસ પરિસ્થિતિમાં મળતો કાળા રંગનો સિંગલ પીસ માર્બલ ન મળતા મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી શકાય ન હતી. જો કે મંદિરમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવીને પૂજા કરવામાં આવતી હતી. 

દરમિયાન બે વર્ષ પહેલા ખીણમાં ખોદકામ કરતા માર્બલ મળી આવ્યો હતો. જેથી મૂર્તિ બનાવવાની શરૂઆત કરાઈ હતી . મંદિરની મૂર્તિ કલકત્તાના દક્ષિણેશ્વર કાલીમાતા મંદિરની પ્રતિકૃતિ છે. કાલી માતાની મૂર્તિમાં કાળો માર્બલ તેમજ નીચે શંકર ભગવાનની સુતેલી મૂર્તિમાં સફેદ માર્બલનો ઉપયોગ કરાયો છે. રાજસ્થાનના 60 વર્ષીય મુર્તિકાર બાબુલભાઈ એ જયપુરમાં આ મૂર્તિ બનાવી છે તે મૂર્તિના નિરીક્ષણ માટે 10 કલકત્તા ગયા હતા.

સુરતમાં પશ્ચિમ બંગાળ થી કારીગરો વર્ષ 1970 ના સમયથી સ્થાયી થયા છે. તેઓએ 1976 માં સુરત ચોર્યાસી ડેરી પાસે ભવ્ય કાલીપૂજાની શરૂઆત કરી હતી જો કે બાદમાં આમલીરાનમાં આવેલ હાટકેશ્વર મહાદેવની વાડીમાં સતત પૂજા કરાય છે. એટલે કે છેલ્લા 50 વર્ષથી ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળીના દિવસે ભવ્ય પૂજા થાય છે.સુરતના બંગાળી સમાજે કલકત્તામાં આવેલ દક્ષિણેશ્વર મંદિરની જેમ જ નહીં સુરતમાં પણ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UKSSNY
via IFTTT

Comments