ભારતમાં કમાતા અડધાથી વધુ લોકો લોન કે ક્રેેડિટ કાર્ડના બોજા હેઠળ

મુંબઈ : ભારતીયોમાં લોન લેવાની અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ચલણ વધ્યુ છે. ભારતમાં કામકાજ કરતા ૪૦ કરોડ લોકોમાંથી અડધી વસ્તી ક્રેડિટ એક્ટિવ છે એટલે કે આ લોકોએ ઓછામાં ઓછી એક લોન લીધી છે અથવા તો ક્રેડિટ કાર્ડ ધરાવે છે એવી માહિતી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની (સીઆઇસી)ની રિપોર્ટમાં સામે આવી છે.

ટ્રાન્સયુનિયન સિબિલના એક રિપોર્ટ મુજબ જણાવ્યા મુજબ ક્રેડિટ સંસ્થાઓ ઝડપથી નવા ગ્રાહકોમાં સંતૃપ્તિ સ્તરની નજીક પહોંચી રહી છે કારણ કે અડધા ણધારકો બેન્કના હાલના કસ્ટમર બેઝમાંથી છે.  

ભારતમાં કામકાજ કરતા વસ્તી એટલે કે વર્કિંગ પોપ્યુલેશન જાન્યુઆરી ૨૦૨૧માં ૪૦.૦૭ કરોડ હોવાનો અંદાજ છે, જ્યારે રિટેલ ક્રેડિટ માર્કેટમાં ૨૦ કરોડ એવા લોકો છે જેઓ ક્રેડિટ એક્ટિવ છે. અહીંયા સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, ઉછીના નાણાં લેનાર લોકો જેમને નિયંત્રિત કરી શકાયા નથી તેવા શાહુકારોની જાળમાંથી બહાર નીકળી શકતા ન હતા તેની ચિંતા હવે સમાપ્ત થઇ ગઇ છે અને તેઓ હવે અન્યત્રથી નાણાં પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.   

છેલ્લા એક દાયકામાં બેન્કો અને ધિરાણકર્તાઓએ કોર્પોરેટ લાનેના બદલે હવે રિટેલ લોનને વધારે પ્રાથમિકતા આપી છે પરંતુ મહામારી પછી આ સેગમેન્ટમાં સ્થિરતા અંગે ચિંતા ઉભી થઇ છે.

સીઆઇસીના આંકડા મુજબ ૪૦ કરોડની વસ્તીમાં ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં ૧૮થી ૩૩ વર્ષના લોકો મુખ્ય બજાર છે અને આ સેગમેન્ટમાં ક્રેડિટ પેનેટ્રેશન માત્ર ૮ ટકા છે. નવા ક્રેડિટ ક્ષેત્રમાં પર્સનલ લોન અને કન્ઝયુમર ડયુરેબલ્સ લોન્સ સહિતની પ્રોડક્ટ્સ ૩૦ વર્ષથી ઓછી વય લોકોમાં અને ટિયર-૧ શહેરો સિવાયના લોકોમાં વધારે પસંદ કરવામાં આવી રહી છે.

મહિલાઓની ન્યુ ટુ ક્રેડિટમાં હિસ્સેદારી ઘણી ઓછી છે. જેમાં ઓટો લોનમાં મહિલા લોનધારકોનું પ્રમાણ ૧૫ ટકા, હોમ લોનમાં ૩૧ ટકા, પર્સનલ લોનમાં ૨૨ ટકા અને કન્ઝયુમર ડયુરેબલ્સ લોનમાં ૨૫ ટકા છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TcvU28
via IFTTT

Comments