નવી દિલ્હી, 29 જુન 2021 મંગળવાર
બોલીવુડ અભિનેતા અને કોંગ્રેસના નેતા શત્રુઘ્ન સિંહાએ તાજેતરમાં પીએમ મોદીનાં સમર્થનમાં કરેલી ટ્વીટથી એવું માનવામાં આવતું હતું કે ફરીથી તેમની બિજેપીમાં ઘરવાપસી થશે, જો કે મંગળવારે તેમણે આ તમામ અટકળો ફગાવી દીધી છે. તેમણે આ ટિપ્પણીને વ્યંગ્ય ગણાવી હતી અને કહ્યું કે તેમની પાર્ટી બદલવાની કોઇ ઇચ્છા નથી.
શત્રુઘ્નએ રવિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે 'દુનિયામાં ચાર પ્રકારનાં દુ:ખી લોકો હોય છે. પોતાના દુ:ખથી દુ:ખી, બીજાનાં દુ:ખથી દુ:ખી, બીજાની ખુશીથી દુ:ખી અને કારણ વગર અવારનવાર મોદીથી થતા દુ:ખી.
તેમણે કહ્યું કે આ મનોરંજન માટે રવિવારનાં આ વ્યંગ્ય તરીકે આ કહ્યું હતું. મનોરંજન માટે હું દર રવિવારે કંઈક ટ્વીટ કરૂં છું અને તેમની પાસેથી આવો કોઈ રાજકીય અર્થ ન લેવો જોઈએ. અભિનેતા-રાજકારણી શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે મને કોંગ્રેસ છોડીને બિજેપીમાં જોડાવાની કોઈ લાગણી કે ઇચ્છા નથી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3y2y5E7
via IFTTT
Comments
Post a Comment