નવી દિલ્હી, તા. ૨૯
એક દિવસના વિરામ પછી આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા પ્રાઇસ નોટિફિકેશન અનુસાર આજે એક લિટર પેટ્રોલના ભાવમાં ૩૪ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
આજના ભાવવધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૯૮.૮૧ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૮૯.૧૮ રૃપિયા થઇ ગયો છે. દેશના આર્થિક પાટનગર મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૪.૯૦ રૃપિયા જ્યારે એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૬.૭૨ રૃપિયા થઇ ગયો છે.
આજે કરવામાં આવેલો ભાવવધારો ચોથી મે પછીનો ૩૨મો ભાવવધારો છે. જૂન મહિનાનો આ ૧૬મો ભાવવધારો છે. ચેન્નાઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૯૯.૮૦ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૩.૭૨ રૃપિયા થઇ ગયો છે.
કોલકાતામાં પેટ્રોલનો ભાવ વધીને ૯૮.૬૪ રૃપિયા થઇ ગયો છે. જ્યારે એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૨.૦૩ રૃપિયા થઇ ગયો છે. દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરના વેટનો દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ભિન્ન ભિન્ન જોવા મળે છે.
હાલમાં રાજસ્થાનમાં વેટનો સૌૈથી ઉંચો દર છે. રાજસ્થાન પછી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં વેટનો દર વધારે છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, લદ્દાખ, બિહારમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે.
આજના ભાવવધારા પછી પટણમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦.૮૧ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૪.૫૨ રૃપિયા થઇ ગયો છે.ઉલ્લેખનીય છે કે રાજસ્થાન અને ઓડિશામાં એક લિટર ડીઝલનો ભાવ પણ ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે.
મેટ્રો શહેરોની વાત કરવામાં આવે તો મુંબઇ, હૈદરાબાદ અને બેંગાલુરુમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે. ચેન્નાઇમાં પણ એક લિટર પેટ્રોલનો ભાવ ૧૦૦ રૃપિયાની નજીક પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે ભારત પોતાની જરૃરિયાતના ૮૯ ટકા ક્રૂડની આયાત કરે છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવની અસર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળે છે. ભારત ૫૩ ટકા ગેસની પણ અયાાત કરે છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qwNFFu
via IFTTT
Comments
Post a Comment