ઘરમાં પડેલી વપરાશ વગરની દવાઓ એકત્ર કરી જરૂરિયાતમંદોને આપવા માટે ડ્રાઈવ

- સેવામાં હંમેશા આગળ સુરતીઓ નવી દવા લઈને પણ આપે છે :  યુરિન બેગ, નહીં વપરાયેલા હેન્ડ ગ્લોવ્ઝ પણ આપ્યા 

સુરત : થોડા સમય પહેલા જ મુંબઈના દંપતીએ ઘરમાં ઉપયોગમાં ન લેવાતી દવાઓ ભેગી કરીને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની પહલની શરૂઆત કરી હતી. ત્યારે અલગ અલગ ઘરોમાંથી બિનજરૂરી દવાઓ કલેક્ટ કરવાની શરૂઆત શહેરના ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. જેને સોનગઢના ગરીબ દર્દીઓને નિઃશુલ્ક અપાશે. 

સુરતીઓએ સેવાના કાર્યમાં ક્યારેય પીછેહઠ કરી નથી . લોકો હંમેશા મદદ માટે તત્પર રહ્યા છે. ત્યારે એકલ અભિયાનની આરોગ્ય ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને એકલ યુવા સુરત દ્વારા મેડિસિન કલેક્શન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ઘરની ઉપયોગમાં ન લેવાતી કે હોસ્પિટલમાં ઈલાજ બાદ બચેલી દવાઓને એકત્રિત કરી તેનું વિતરણ ગરીબોને કરવામાં આવે છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કાર્યકર્તાઓ દ્વારા દવાઓ ભેગી કરવામાં આવી છે. 

જેમાં કોરોના મહામારીને લગતી અમુક દવાઓ પણ એકત્ર થઈ છે. ઉપયોગમાં ન લેવાયેલા માસ્કને હેન્ડ ગ્લોવ્ઝ પણ લોકો દવાઓની સાથે આપી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ દવાઓને સોનગઢ ખાતે આવેલા આરોગ્ય સેન્ટરમાં જ આપવામાં આવશે. અને ત્યાંથી ડોક્ટરની દેખરેખ હેઠળ જરૂરીયાતમંદોને વિના મૂલ્યે આપવામાં આવશે. તમામ દવાઓ એકઠી કરી એક્સપાયરી ડેટેડ તેમજ ખરાબ દવાઓ અલગ કરાય છે. ત્યારબાદ તમામ મૂળાક્ષરોના નામ પ્રમાણે અલગ કરવામાં આવે છે. 

કઈ દવા કેટલી ક્વોન્ટીટીમાં છે તેનું લીસ્ટ પણ તૈયાર કરાઈ છે,10 દિવસમાં ત્રણ કાર્ટૂન ભરીને દવાઓ મળી એકલ યુવા સુરતના સેક્રેટરી રિષભ ચૌધરીએ કહ્યું કે, દવાઓને એકત્રિત કર્યા બાદ તેને સેનેટાઈઝ પણ કરવામાં આવી રહી છે. કઈ દવા કેટલી ક્વોન્ટીટીમાં છે તેનું લીસ્ટ પણ તૈયાર કરવામાં આવે છે. દસથી બાર દિવસ પહેલા શરૂ થયેલા આ ડ્રાઈવ માટે લોકોની પ્રતિક્રિયા ખૂબ જ સારી છે. હાલ અંદાજે ત્રણ કાર્ટુન જેટલી દવાઓ એકત્ર કરવામાં આવી છે. એટલું જ નહીં કેટલાક દાતાઓ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદીને પણ સેવા અર્થે અમને આપી રહ્યા છે. તો કેટલાક લોકો એવા છે કે જેમણે યુરિન બેગ પણ જરૂરિયાતમંદોને સેવા માટે આપી છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/360Yt55
via IFTTT

Comments