8 દિવસ હોસ્પિટલમાં રહી 'કોરોનાકંસ' છંદ મહાકાવ્ય તૈયાર કર્યું

છેલ્લાં પંદર મહિનાથી કોરોના મહામારી ચાલી રહી છે જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના મહામારીમાં ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં 80 વર્ષના વડીલો પણ કોરોના સંક્રમિત થયા પછી પણ કોરોનાને હરાવીનેે બીજા લોકો માટે પ્રેરણાદાયી બન્યા છે ત્યારે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ડી.સિંઘ સિસોદિયા કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં એડમિટ થયા હતા, જેમાં ૮ દિવસમાં કોરોનાને હરાવીને ઘરે પાછા ફર્યા હતા. આ વિશે નિવૃત્ત આઇએએસ ડિ.સિંગ સિસોદિયાએ કહ્યું કે, મને તાવ અને શરદી થતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. 11 જુને મારો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

કોરોના પોઝિટિવ થતા હોસ્પિટલમાં સારવાર શરૂ કરી હતી. કોરોનાની અસર વધારે થઇ હતી જેને લીધે બચવું મુશ્કેલ હતું. ડૉક્ટર્સની યોગ્ય સારવારને લીધે તેમજ પોઝિટિવ સંચારને લીધે 8 દિવસમાં કોરોનાને હરાવી શક્યો હતો. હોસ્પિટલમાં રહેવાથી કોરોનાના બીજા દર્દીઓને જોઇને બહુ દુઃખ થતું હતું અને તેને લીધે માનસિક અશાંતિનો અનુભવ થતો હતો ત્યારે માનસિક અશાંતિથી દૂર રહેવા માટે આઇપેડના સહારે કોરોના માટેનું વિશિષ્ટ લખાણ લખવાનું શરૂ કર્યું હતું. 

કોલેજ સમયથી મને કવિતા લખવાનો શોખ હતો ત્યારે કોરોનાની સારવારની સાથે સમયે પસાર કરવા માટે ફરીથી સાહિત્યમાં રસરૃચિ જાળવીને કોરોના માટેના વિવિધ કાવ્યો લખવાની શરૂઆત કરી હતી. 8 દિવસ હોસ્પિટલમાં અને 6 દિવસ ઘરે રહીને 14 દિવસમાં 'કોરોનાકંસ' નામે શિખરણી છંદમાં મહાકાવ્ય લખીને પોતાની લેખન સર્જનને લોકો સુધી લઇ જવાનું કામ કર્યું છે. માનસિર શાંતિ મેળવવા માટે વ્યકિત પોતાની ગમતી પ્રવૃત્તિ કરે તો ઝડપથી સાજો થઇ શકે છે. આ કાવ્યમાં દરેક કોરોનાની સ્થિતિને વણી લેવામાં આવી છે સાથે બીજા લોકો માટે પ્રેરણા પૂરી પાડવાનું કામ કરે છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qASRbw
via IFTTT

Comments