સેન્સેક્સ આરંભમાં ઉછળ્યા બાદ અંતે 67 પોઈન્ટ ઘટીને 52483

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ : ભારતીય શેર બજારોમાં લાંબા સમયથી ચાલી આવતી શેરોમાં ઓવરબોટ પોઝિશન, તેજીનો અતિરેક શાંત કરીને ફંડો, પ્રમોટરો, ઓપરેટરોએ શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ ચાલુ રાખ્યું છે.  રોજબરોજ ટ્રેડીંગ ખુલતાંના શરૂઆતના કલાકોમાં તેજી બતાવીને ટ્રેડીંગ બંધ થવાના છેલ્લા કલાકમાં સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં શેરો ખાલી કરવાનો ટ્રેન્ડ આજે પણ ચાલુ રહ્યો હતો. કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચિંતા અને નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા તાજેતરમાં અસરગ્રસ્ત ક્ષેત્રો માટે જંગી સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કર્યા છતાં આર્થિક મોરચે આગામી દિવસોમાં પરિસ્થિતિ કથળવાના અંદાજોએ મહારથીઓ, ખેલંદાઓ, ફંડો મંદીમાં આવી ગયા હોય એમ શેરોમાં ઉછાળે ઓફલોડિંગ કરવાનું ચાલુ રાખતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના સતત વધતાં ભાવ અને ઘર આંગણે નવી વિક્રમી ઊંચાઈને આંબતાં પેટ્રોલ, ડિઝલના ભાવોને  લઈ મોંઘવારીમાં અસહ્ય વધારો પણ નેગેટીવ પરિબળ બની રહેવાની ચિંતાએ ફંડો શેરોમાં તેજીનો  વેપાર હળવો કર્યો હતો. આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની તેજીએ આરંભિક ઈન્ડેક્સ બેઝડ મજબૂતી બતાવ્યા બાદ ઉછાળે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે આરંભિક સુધારો અંતે ધોવાઈ સેન્સેક્સ ૬૬.૯૫ પોઈન્ટ ઘટીને ૫૨૪૮૨.૭૧ અને નિફટી સ્પોટ ૨૬.૯૫ પોઈન્ટ ઘટીને ૧૫૭૨૧.૫૦ બંધ રહ્યા હતા. 

સેન્સેક્સ આરંભમાં ૩૨૬ પોઈન્ટ ઉછળીને ૫૨૮૭૫ સુધી પહોંચી ઘટીને ૫૨૪૪૮ સુધી આવી અંતે ૬૭ ઘટીને ૫૨૪૮૩

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૪૯.૬૬ સામે ૫૨૬૫૧.૦૯ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં આઈટી શેરોમાં ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી સહિતમાં આકર્ષણે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કંપનીના અબુ ધાબી ઓઈલ કંપની સાથે વ્યુહાત્મક ભાગીદારી કરારમાં અબુ ધાબીમાં કેમિકલ્સ પ્રોજેક્ટ સ્થાપવાના સમાચારે શેરમાં લેવાલી રહેતાં અને નેસ્લે ઈન્ડિયા, ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો, મારૂતી સુઝુકીમાં તેજીએ એક સમયે ૩૨૬.૨૬ પોઈન્ટ ઉછળીને ૫૨૮૭૫.૯૨ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિમિટેડ, એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પ્રોફિટ બુકિંગ સાથે હિન્દુસ્તાન યુનિલિવર, એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ સહિતમાં નફારૂપી વેચવાલીએ સુધારો ધોવાઈ નીચામાં ૫૨૪૪૮.૬૪ સુધી આવી અંતે ૬૬.૯૫ પોઈન્ટ ઘટીને ૫૨૪૮૨.૭૧ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ આરંભમાં ૯૧ પોઈન્ટ ઉછળીને ૧૫૮૩૯ સુધી જઈ પાછો ફરી અંતે ૨૭ પોઈન્ટ ઘટીને ૧૫૭૨૧

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૫૭૪૮.૪૫ સામે ૧૫૭૭૬.૯૦ મથાળે ખુલીને આરંભિક તેજીમાં આઈટી શેરોમાં વિપ્રો, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા સહિતમાં આકર્ષણે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં તેજી સાથે બીપીસીએલ, કોલ ઈન્ડિયા, નેસ્લે ઈન્ડિયા, મારૂતી સુઝુકી, બજાજ ઓટો, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, દિવીઝ લેબ. સહિતમાં તેજીએ એક સમયે ૯૦.૬૫ પોઈન્ટ વધીને ૧૫૮૩૯.૧૦ સુધી પહોંચ્યો હતો. જે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઓફલોડિંગ સાથે શ્રી સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, આઈશર મોટર્સ, ઓએનજીસી, અદાણી પોર્ટસ, હિન્દુસ્તાન યુનિલિવર, હીરો મોટોકોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દાલ્કો સહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૫૭૦૮.૭૫ સુધી આવી અંતે ૨૬.૯૫ પોઈન્ટ ઘટીને ૧૫૭૨૧.૫૦ બંધ રહ્યો હતો. 

જુલાઈ નિફટી ફયુચર ૧૫૭૮૫ થી ઘટીને ૧૫૭૪૭ : બેંક નિફટી ફયુચર ૩૫૧૮૬ થી ઘટીને ૩૪૯૨૬

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે સતત ઉછાળે તેજીનો વેપાર હળવો થયો હતો. નિફટી જુલાઈ ફયુચર ૧૫૭૮૫.૬૦ સામે ૧૫૮૧૬.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૫૮૭૬.૨૦ થઈ પાછો ફરીને નીચામાં ૧૫૭૩૭.૦૫ સુધી આવી અંતે ૧૫૭૪૭ રહ્યો હતો. બેંક નિફટી જુલાઈ ફયુચર ૩૫૧૮૬.૧૦ સામે ૩૫૨૨૭.૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૫૩૯૨.૩૦ થઈ પાછો ફરીને નીચામાં ૩૪૮૯૨.૫૦ સુધી આવી અંતે ૩૪૯૨૬.૨૦ રહ્યો હતો. 

આઈટી શેરોમાં તેજી : સાસ્કેન, ટાટા એલેક્સી, પર્સિસટન્ટ, એમ્ફેસીસ, ઓરેકલ, ઈન્ફોસીસ, વિપ્રો, ટેક મહિન્દ્રા વધ્યા

આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોના આજે આરંભથી જ પસંદગીના આકર્ષણે બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૬૦.૮૧ પોઈન્ટ વધીને ૩૦૧૩૫.૯૩ બંધ રહ્યો હતો. આઈટી શેરોમાં એમ્ફેસીસ રૂ.૫૧.૩૫ વધીને રૂ.૨૧૩૬.૩૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૮૩.૪૫ વધીને રૂ.૩૬૫૬.૫૦, કોફોર્જ રૂ.૯૫.૧૦ વધીને રૂ.૪૧૫૭.૧૫, ઈન્ફોસીસ રૂ.૧૮.૬૫ વધીને રૂ.૧૫૮૧.૨૫, માઈન્ડટ્રી રૂ.૧૯.૬૫ વધીને રૂ.૨૬૦૦.૯૦, ટેક મહિન્દ્રા રૂ.૬.૫૫ વધીને રૂ.૧૦૯૫.૧૦, વિપ્રો રૂ.૩.૧૫ વધીને રૂ.૫૪૫.૬૫,  સાસ્કેન રૂ.૨૦૦.૨૦ ઉછળીને રૂ.૧૨૧૮.૬૫, ટાટા એલેક્સી રૂ.૨૯૫.૨૦ ઉછળીને રૂ.૪૨૯૬.૭૫, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૬૬.૬૫ વધીને રૂ.૨૯૮૦, ઈકલર્કસ રૂ.૯૧.૨૦ વધીને રૂ.૧૯૧૫.૩૦, ન્યુક્લિઅસ સોફટવેર રૂ.૨૪.૫૫ વધીને રૂ.૬૩૨.૫૫, ડી-લિન્ક ઈન્ડિયા રૂ.૫.૩૫ વધીને રૂ.૧૪૨.૨૫, એનઆઈઆઈટી લિમિટેડ રૂ.૮.૬૫ વધીને રૂ.૨૮૭.૨૫ રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૧ પૈસા વધીને રૂ.૭૪.૩૨ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ : રિલાયન્સ કેપિટલ, એયુ સ્મોલ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિ., બંધન બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૪૩.૦૫ પોઈન્ટ ઘટીને ૩૯૩૪૯.૯૮ બંધ રહ્યો હતો. એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૩૮.૭૫ ઘટીને રૂ.૧૦૩૬.૭૫, સિટી યુનિયન બેંક રૂ.૨.૮૫ ઘટીને રૂ.૧૬૭, બંધન બેંક રૂ.૫.૨૦ ઘટીને રૂ.૩૩૦.૫૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૩૫ ઘટીને રૂ.૬૩૦.૮૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૨૫ ઘટીને રૂ.૪૧૯.૨૫, એક્સિસ બેંક રૂ.૩.૮૦ ઘટીને રૂ.૭૪૮.૩૦ રહ્યા હતા. આ સાથે રિલાયન્સ કેપિટલ રૂ.૧.૨૫ તૂટીને રૂ.૨૩.૯૪, ચૌલા હોલ્ડિંગ રૂ.૨૭.૫૦ ઘટીને રૂ.૬૫૯.૭૦, હુડકો રૂ.૨.૧૦ ઘટીને રૂ.૫૩.૧૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૬૫ ઘટીને રૂ.૫૪.૨૦, આઈડીએફસી લિમિટેડ રૂ.૧.૩૦ ઘટીને રૂ.૫૩.૮૦, પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.૩૬.૪૦ ઘટીને રૂ.૧૯૫૨.૯૫, બજાજ ફિનસર્વ રૂ.૧૮૩.૬૫ ઘટીને રૂ.૧૨૧૧૬.૬૦, એચડીએફસી લિમિટેડ રૂ.૨૫.૯૦ ઘટીને રૂ.૨૪૭૪.૨૫, એચડીએફસી એએમસી રૂ.૨૬.૪૫ ઘટીને રૂ.૨૯૧૭ રહ્યા હતા.

ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સિલેક્ટિવ તેજી : કયુમિન્સ ઈન્ડિયા, એસ્કોર્ટસ, સીજી કન્ઝયુમર, વ્હર્લપુલ, ટાઈટન વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે પસંદગીની તેજી રહી હતી. સીજી કન્ઝયુમર રૂ.૧૨.૫૦ વધીને રૂ.૪૩૩, વ્હર્લપુલ રૂ.૨૦.૯૫ વધીને રૂ.૨૨૩૬, ટાઈટન કંપની રૂ.૬.૨૫ વધીને રૂ.૧૭૩૮, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૯ વધીને રૂ.૨૯૧૯૯, બ્લુ સ્ટાર રૂ.૧.૭૦ વધીને રૂ.૮૧૭.૨૫ રહ્યા હતા. ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે પસંદગીની લેવાલી રહી હતી. કયુમિન્સ ઈન્ડિયા રૂ.૪૮.૨૦ વધીને રૂ.૮૯૯.૭૦, મધરસન સુમી રૂ.૫.૪૫ વધીને રૂ.૨૪૨.૧૦, એસ્કોર્ટસ રૂ.૨૫.૮૦ વધીને રૂ.૧૨૨૦.૮૫, ટીવીએસ મોટર રૂ.૭.૮૦ વધીને રૂ.૬૨૦.૨૫, મારૂતી સુઝુકી રૂ.૫૫.૨૫ વધીને રૂ.૭૫૩૯.૯૦, બજાજ ઓટો રૂ.૧૪.૩૫ વધીને રૂ.૪૧૩૯ રહ્યા હતા. 

હેલ્થકેર શેરોમાં આકર્ષણ : શેલબી, ઈન્ડોકો, નાટકો ફાર્મા, લિન્કન ફાર્મા, ન્યુલેન્ડ લેબ., અજન્તા ફાર્મા, દિવીઝ લેબ વધ્યા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડો, ઈન્વેસ્ટરોનું પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. શેલબી રૂ.૧૦.૫૦ વધીને રૂ.૧૮૦.૬૫, વિમતા લેબ્સ રૂ.૧૫.૪૦ વધીને રૂ.૨૬૮.૦૫, ઈન્ડોકો રેમેડિઝ રૂ.૧૮.૫૫ વધીને રૂ.૪૧૩.૨૦, નાટકો ફાર્મા રૂ.૩૮.૦૫ વધીને રૂ.૧૧૩૦, લિન્કન ફાર્મા રૂ.૧૦.૩૦ વધીને રૂ.૩૫૨.૧૦, ન્યુલેન્ડ લેબ રૂ.૬૨.૭૦ વધીને રૂ.૨૧૫૦, અજન્તા ફાર્મા રૂ.૬૨.૨૫ વધીને રૂ.૨૧૪૬.૧૫, ડો.લાલપથ લેબ રૂ.૮૬ વધીને રૂ.૩૨૭૨.૩૦, જેબી કેમિકલ્સ રૂ.૪૨.૫૫ વધીને રૂ.૧૬૭૧.૪૦, દિવીઝ લેબ રૂ.૩૭.૧૫ વધીને રૂ.૪૩૯૬, અબોટ ઈન્ડિયા રૂ.૧૬૫.૬૦ વધીને રૂ.૧૬૭૦૧ રહ્યા હતા.

રાજરત્ન ગ્લોબલ, બજાજ સ્ટીલ, કોઠારી પ્રોડક્ટસ, યુફલેક્સ, સાટિયા ઈન્ડસ્ટ્રીઝ, ભારત રસાયણ, ફ્લોરોકેમમાં તેજી 

શેરોમાં  ઉછાળે વેચવાલીના બજારમાં આજે ખરાબ બજારે પસંદગીના સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડોની તેજી રહી હતી. રાજરત્ન ગ્લોબલ વાયર  દ્વારા ક્ષમતા વિસ્તરણ માટે રૂ.૨૫૦ કરોડનું રોકાણ કરવાના સીએમડીના નિવેદને શેરમાં ફંડોની તેજીએ રૂ.૨૫૯.૯૦ ઉછળીને રૂ.૧૫૫૯.૪૫, બજાજ સ્ટીલનો ચોથા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો ૬૮.૧ ટકા વધીને રૂ.૨૯.૬૫ કરોડ થતાં અને ૬૦ ટકા અંતિમ ડિવિડન્ડ જાહેર થતાં શેર  રૂ.૧૫૪.૯૫ ઉછળીને રૂ.૯૨૯.૯૦, કોઠારી પ્રોડક્ટસ રૂ.૧૭.૭૫ વધીને રૂ.૧૦૬.૬૫, યુફલેક્સ રૂ.૯૧.૯૫ વધીને રૂ.૫૬૯.૪૦, સાટિયા ઈન્ડસ્ટ્રીઝને મહારાષ્ટ્ર સ્ટેટ ટેક્સબુક બોર્ડ તરફથી અંદાજીત ૬૦ કરોડનો ૭૦૦૦ એમટી પેપર સપ્લાય માટેનો ઓર્ડર મળ્યાનું જાહેર થતાં એચએનઆઈ, ઈન્વેસ્ટમેન્ટ ખરીદીએ શેર રૂ.૫.૪૫ ઉછળીને રૂ.૯૬.૨૫, ભારત રસાયણનો ચોોથા ત્રિમાસિકમાં નફો ૨૯.૧૮ ટકા વધીને રૂ.૪૬.૭૯ કરોડ થતાં ફંડો, ઈન્વેસ્ટરોની તેજીએ રૂ.૧૬૯૫ ઉછળીને રૂ.૧૪૨૯૫.૫૫, ટીસીપીએલ પેકેજિંગ રૂ.૬૨.૦૫ વધીને રૂ.૫૪૬.૭૫, ફ્લોરોકેમ રૂ.૧૨૮.૫૦ વધીને રૂ.૧૧૬૨.૩૫, જે કે પેપર રૂ.૧૯.૩૦ વધીને રૂ.૨૧૨.૩૦, એમકે ગ્લોબલ ફાઈનાન્સ રૂ.૮.૫૦ વધીને રૂ.૯૦.૪૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ  : ૧૬૫૫ શેરો પોઝિટીવ બંધ : ૪૬૯ શેરોમાં તેજીની સર્કિટ

સેન્સેક્સ, નિફટી બેઝડ આજે ફરી ઉછાળે ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યા સાથે આવેલા આંચકાની સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ છેલ્લા કલાકમાં વેચવાલી કરી હતી. માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.  બીએસઈમાં ટ્રેડીંગ થયેલી કુલ ૩૩૫૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૫૫ અને ઘટનારની સંખ્યા ૧૫૮૦ રહી હતી. ૪૬૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ સામે ૨૭૨  શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. 

FPIs/FIIની કેશમાં રૂ.૧૬૪૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૂ.૧૫૨૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૧૬૪૬.૬૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૬૦૫૭.૪૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૭૦૪.૧૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૫૨૦.૧૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૬૧૭૧.૧૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૬૫૦.૯૬કરોડની વેચવાલી થઈ હતી. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ho4TAx
via IFTTT

Comments