ગૃહ મંત્રાલયનો પત્ર: રાજ્યોએ નિયંત્રણોને હટાવવામાં સાવચેતી રાખવી જોઇએ, 5 મુદ્દાની વ્યૂહરચના જણાવી

નવી દિલ્હી, 30 જુન 2021 મંગળવાર

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને કોવિડ-19 નાં પ્રતિબંધોને હળવા કરવાની પ્રક્રિયામાં સાવચેત રહેવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે આગળ લખ્યું છે કે કોવિડ -19 નાં સંચાલન માટે ટેસ્ટિંગ, ટ્રેસિંગ, સારવાર, રસીકરણ અને યોગ્ય વર્તન માટેની પાંચ-મુદ્દાની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

આ ઉપરાંત મંત્રાલયે રાજ્યોને જિલ્લાઓને વહીવટી એકમો તરીકે ગણીને હોસ્પિટલોમાં સંક્રમણનાં દર અને બેડની સ્થિતિ અંગે નિયમિત દેખરેખ રાખવા જણાવ્યું છે. મંત્રાલયે કહ્યું કે જો ચેપના દરમાં વધારો થવાનો સંકેત મળે અને પથારી પર દર્દીઓની સંખ્યા વધવા લાગ્યાનાં પુર્વ સંકેત મળે તો કન્ટેનમેન્ટ ઝોન બનાવવા માટે પગલાં લેવા જોઈએ.

કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યોને અસરકારક  COVID-19 વ્યવસ્થાપન માટે પાંચ-સ્તરની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવા હાકલ કરી હતી અને કહ્યું હતું કે નિયંત્રણોને સરળ કરવાની પ્રક્રિયાનું કાળજીપૂર્વક આયોજન થવું જોઈએ. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રને જુલાઈ મહિના માટે COVID-19 મેનેજમેંટ પર સલાહ આપી છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યોએ નિયમિતપણે એવા જિલ્લાઓ પર નજર રાખવી જોઈએ કે જ્યાં પ્રત્યેક 10 લાખ વસ્તીમાં કોરોના વાયરસના અન્ડર-ટ્રીટમેન્ટ કેસોની સંખ્યા વધારે હોય, કારણ કે આરોગ્ય માળખાગત સુવિધાઓ અને ઉપકરણોને અપગ્રેડ કરવાની આવશ્યકતાનો અંદાજ લગાવવાનો આ એક મહત્વપૂર્ણ સંકેત છે. જેથી ઝડપી કાર્યવાહી કરી શકાય.

તેમણે કહ્યું કે, ઘણા રાજ્યોમાં સારવાર હેઠળના કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થતો હોવાથી નિયંત્રણોને હળવા બનાવવાનું શરૂ કર્યું છે. ભલ્લાએ કહ્યું કે નિયંત્રણો હટાવવાની પ્રક્રિયાનું ધ્યાનપૂર્વક આયોજન થવું જોઈએ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપાયેલી સલાહને અનુલક્ષીને રાજ્યો દ્વારા લક્ષિત કાર્યવાહી કરવામાં આવવી જોઇએ.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AeRPWP
via IFTTT

Comments