બર્ફીલી બોર્ડર પર સૈનિકો માટે સુરતથી 50 હજાર સેફટી ગોગલ્સ મોકલાશે

- સાથે સન્માન અને સ્લામી પત્ર સાથે અર્પણ કરાશે : પ્રથમ તબક્કામાં પુંજના સૈનિકોને લેધર પાઉચમાં 2500 ગોગલ્સ મોકલાશે 

સુરત : જમ્મુ-કાશ્મીરની બર્ફીલી સીમા પર પોતાની ફરજ બજાવતા સૈનિકોની આંખની રક્ષા માટે સુરતની એક સંસ્થા દ્વારા 50 હજાર સેફટી ગોગલ્સ મોકલાશે. અભિયાનના પ્રથમ તબક્કામાં પુંજના સૈનિકોને 2500 ગોગલ્સ અપાશે. 

દેશની બર્ફીલી સરહદ ઉપર સૈનિકો દિવસ-રાત ફરજ બજાવે છે. ત્યારે સૂર્ય પ્રકાશના કિરણો બરફ થી રિફલેક્ટ થઈને સૈનિકો ની આંખ સુધી પહોંચે તો આંખની ખામી સર્જાવાની શક્યતાઓ રહેતી હોય છે. જેથી કેન્દ્ર સરકાર તેમને સેફટી ગોગલ્સ આપે છે. જો કે કેટલીકવાર ગોગલ્સ તૂટી જવાના કે ખોવાય જવાના સમયે સૈનિકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી તેમને અછત ન સર્જાય તે માટે સુરતના લોકદ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમને સેફટી ગોગલ્સ મોકલવામાં આવશે. એક અઠવાડિયામાં બે તબક્કામાં 5000 ગોગલ્સ મોકલાશે. તેમને આ ગોગલ્સ લેધર પાઉચમાં તેમજ સન્માન સ્લામી પત્ર સાથે અર્પણ કરાશે. 

લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડો.પ્રફુલ શિરોયાએ કહ્યું કે, આંખની કીકીની ખામીને કારણે અંધત્વ ભોગવતા વ્યક્તિને ચક્ષુદાન થકી રોશની આપી શકીએ છે. પરંતુ બરફ પર પડેલા સૂર્યપ્રકાશના રિફલેક્શનના કિરણો જો આંખમાં જાય તો તે નુકશાનકારક સાબિત થાય છે. આવા સૈનિકોને માટે પ્રોટેકટેડ ગ્લાસ આવે છે. અમે આજે સુરત,બરોડા અને અમદાવાદ થઈને જમ્મુકશ્મીર જવાના છે ત્યાંથી પુંજ જવાના છે. તેમને 50 હજાર ચશ્મા એક વર્ષમાં પુરા પડવાનો પ્રયત્ન કરીશું.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jwqRUW
via IFTTT

Comments