નવસારીમાં 40 ફૂટ ઊંડા કુવામાંથી સિવેટને રેસ્ક્યુ કરાઈ

સુરત : નવસારીના એક ગામમાં આવેલા 40 ફૂટ કુવામાં પડી ગયેલ સિવેટને નેચર ક્લબ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી હતી. છેલ્લા સાત દિવસથી તે કુવામાં પડી હતી અમે ગામલોકો દ્વારા પણ તેને કાઢવા માટે ઘણા બધા પ્રયત્નો કરાયા હતા. 

નવસારીના ખારોલી ગામમાં એક ઊંડા કુવામાં વણીયર પડી હતી. તેને બહાર કાઢવા માટે ગામલોકો દ્વારા મોટા-મોટા વાંસ-લાકડાઓ નાખવામાં આવ્યા હતા. ઉપરાંત લાકડાઓથી સીડી બનાવીને ઉતારવામાં આવી હતી. જેથી તે કૂવામાંથી બહાર આવી શકે. 

પરંતુ ગામલોકો સફળતા મળી ન હતી. તેઓ તેને બહાર કાઢી શક્યા નહીં. અંતે ગામલોકો દ્વારા સુરતની નેચર ક્લબનો સંપર્ક કરાયો હતો. જો કે ગામલોકો દ્વારા જેટલા દિવસ સિવેટ કુવામાં હતી એટલા દિવસ સુધી કુવામાં ખાવા માટે નાંખવામાં આવતું હતું. 

12 જૂને નેચર કલબની ટીમે એન્કર કરી રેપલ ડાઉન કરી 10 મિનિટ જેટલા સમયગાળામાં થોડા પ્રયાસો બાદ સિવેટને બહાર કાઢી લીધી હતી . આરોગ્ય ની ચકાસણી બાદ થોડે દુર મુક્ત કરી દેવાઈ હતી.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xb58pn
via IFTTT

Comments